તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગન્નાથની જળયાત્રા:જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવમાં ભગવાનનો જળાભિષેક થયો, નીતિન પટેલે કહ્યું, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા અંગે નિર્ણય લેવાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • અમદાવાદ પોલીસની મદદથી મંદિરમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે: નીતિન પટેલ
  • રથયાત્રા પણ કોરોનાની સ્થિતિને જોઈ યોજવામાં આવશે: મંદિરના મહંત

અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાને થી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી.આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાબરમતી નદીમાંથી લવાયેલ 108 કળશથી સોડષોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમા સહભાગી થયા હતા. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે ત્યારે કોરોનાકાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૃહમંત્રી અને ટ્રસ્ટીઓની હાજરીમાં જળ લાવી મર્યાદિત સંખ્યામાં ભગવાનનો પવિત્ર જળાભિષેક કરાયો.
ગૃહમંત્રી અને ટ્રસ્ટીઓની હાજરીમાં જળ લાવી મર્યાદિત સંખ્યામાં ભગવાનનો પવિત્ર જળાભિષેક કરાયો.

અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર ધાર્મિક આસ્થા અને ભક્તોની લાગણીઓની સાથે સાથે આજે નાગરિકોની સેવા માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટે નિ:શૂલ્ક કોરોના રસીકરણ અને પોલીસ જવાનો માટે ટેલીમેડિસીનની સેવા શરૂ કરાઇ હતી જેના થકી જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિ-સંગમ જોવા મળ્યું. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથને જળાભિષેક કરી મંદિરના પ્રાંગણમાં થઇ રહેલ કોરોના રસીકરણની કામગીરી અને ટેલીમેડિસીન સેવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તાગ મેળવ્યો હતો.

રથયાત્રા એ ગુજરાત જ નહી પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતિક છે: નીતિન પટેલ
મીડિયા સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ અમદાવાદ કે ગુજરાત જ નહી પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે શાંતિ-સલામતિ-સુરક્ષામય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય એ રાજ્ય સરકારની અગ્રીમતા છે. કોમી એખલાસ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગુજરાત જ નહી પરંતુ દેશ આખાની આસ્થા કેંદ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લોકોત્સવ બન્યો છે.

સોમનાથ ભૂદરના આરે જળયાત્રાની પૂજા.
સોમનાથ ભૂદરના આરે જળયાત્રાની પૂજા.

રાજ્યની સૌથી મોટી ગૌશાળા કાર્યરત કરીને અનેક ભક્તો-નગરજનોને લોકઉપયોગી બન્યા
આજે સાબરમતી નદીમાંથી જળ ભરીને જળયાત્રાની ધાર્મિક વિધી કરવામાં આવી જેનો અમને અનેરો આનંદ છે. મંત્રોચ્ચાર દ્વારા જળાભિષેક કરીને ભગવાન જગન્નાથનું કરાયેલ પૂજન અને આ મંત્રોચ્ચારે શહેરના વાતારણમાં સકારાત્મકતાનો સંદેશ અને તેની સોડમ પ્રસરાવી છે. જગન્નાથ મંદિરમાં સ્વામી દિલિપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા સમાજઉપયોગી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગૌશાળા કાર્યરત કરીને અનેક ભક્તો-નગરજનોને લોકઉપયોગી બન્યા છે.
આજે આ સેવાકીય પ્રવૃતિઓમાં મંદિર દ્વારા એક છોગુ ઉમેરાયું છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલ નિ:શૂલ્ક રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં શરૂ કરાયેલ કોરોના રસીકરણની પહેલ આવકારદાયક છે.

પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું હતું.
પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું હતું.

જળયાત્રામાં સંતો, મહંતો, અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા
જગન્નાથ મંદિરમાં રસીકરણની પહેલ અને પોલીસ જવાનો માટેના ટેલિમેડિસીન થકી આયુર્વેદિક અને એલોપેથી ઉપચાર પધ્ધતિએ તેમના ભક્તો,નાગરિકો, સમાજ પ્રત્યેની ઉતરદાયિત્વની કેડી કંડારી છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાગરિકોની સુરક્ષા અને સલામતી જ રાજ્ય સરકારની અગ્રમિતા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રી શ્રી એ ભારપૂર્વક કહ્યું કે, આ વર્ષે કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને કોરોનાની સ્થિતનો તાગ મેળવી જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને જ રથયાત્રાના આયોજનનો નિર્ણય હાથ ધરવામાં આવશે. આજે યોજાયેલ રથયાત્રા પૂર્વેની જળયાત્રામાં સંતો, મહંતો, સમાજ અને શહેરના અગ્રણીઓ ભારે ઉત્સાહભેર જોડાયા હતા.

દર વર્ષે 108 કળશમાં જળ ભરી વાજતેગાજતે જળયાત્રા યોજાય છે.
દર વર્ષે 108 કળશમાં જળ ભરી વાજતેગાજતે જળયાત્રા યોજાય છે.

જમાલપુર અને સરસપુર મંદિરમાં આવનારા લોકો માટે કોરોના ટેસ્ટ, રસી મળી રહે એવી વ્યવસ્થા ગોઠવાશે
જમાલપુર અને સરસપુરના મંદિરમાં આવનારા દર્શનાર્થીઓનો કોરોના ટેસ્ટ થઈ શકે અને રસી મળી રહે એવી વ્યવસ્થા પણ પોલીસે ઊભી કરી છે. આ બંને મંદિરમાં રથયાત્રા સુધી 24 કલાક ચાલુ રહે એવાં દવાખાનાં શરૂ કરાશે, જેનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકાર્પણ કરશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને મેડિકલ ટેસ્ટિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે. ઉપરાંત રથયાત્રામાં જોડાનારા ખલાસી ભાઈઓ સહિત તમામ માટે રસી ફરજિયાત કરાઈ છે. બંદોબસ્તમાં તહેનાત રહેનારા પોલીસ કર્મચારીઓએ રસીના 2 ડોઝ લઈ લીધા છે.

મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહ્યા છે.
કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહ્યા છે.