ફ્લાઇટ લેટ:જયપુરની ફ્લાઇટ 11 કલાક લેટ, બાય રોડ 10 કલાકમાં પહોંચાય છે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભારે ધુમ્મસથી 7 ફ્લાઇટ 1થી 4 કલાક સુધી મોડી, 4 રદ કરાઈ

અમદાવાદ એરપોર્ટ પર ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસને અને આગળથી શેડ્યુલ વિલંબ થતાં સાત ફ્લાઈટો મોડી પડી હતી અને ચાર ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે અમદાવાદથી જયપુર 680 કિમી બાય રોડ પહોંચતા સાડા દસ કલાક થાય છે પણ શુક્રવારે અમદાવાદથી જયપુરની ફ્લાઇટમાં 11 કલાકના વિલંબ બાદ 12 કલાકે મુસાફરો પહોંચ્યા હતા જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા.

અન્ય ગો ફર્સ્ટની મુંબઇની ફ્લાઈટ પણ ચાર કલાક મોડી પડતા મુસાફરોએ કલાકો સુધી ટર્મિનલમાંજ બેસી રહેવું પડ્યું હતું. ગો ફર્સ્ટ એરલાઇને અમદાવાદથી અગાઉથી જ શેડ્યુલ રદ હોવાથી મુસાફરોને મેસેજ અને ફોન કરી જાણ કરી દેવાઈ હતી.

ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે સ્પાઇસ જેટની અમદાવાદથી જેસલમેર, જયપુર જતી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ગો ફર્સ્ટની વારાણસી તેમજ મુંબઈ જતી ફ્લાઇટ પર રદ કરવી પડી હતી. આમ ચાર ડોમેસ્ટિક ફ્લાઇટના શિડ્યૂલ ખોરવાયા હતા.શિયાળામાં ફ્લાઇટ સેવા પર માઠી અસર પડતી હોય છે.

ફ્લાઇટો મોડી પડતાં પેસેન્જરો અટવાયા

ફ્લાઇટકેટલી મોડી
ગો ફર્સ્ટ
પુણે1.30 કલાક
મુંબઈ4 કલાક
ગોવા3 કલાક
દિલ્હી1 કલાક
સ્પાઇસજેટ
દિલ્હી4 કલાક
જયપુર11 કલાક
કોલકાતા2 કલાક
ઇન્ડિગો
બેંગલુરુ1 કલાક

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...