તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન અરજી પર સુનાવણી:અમદાવાદના ગોતામાં સાસુની હત્યા કરવાના આરોપમાં જેલમાં બંધ વહુએ પ્રેગ્નેન્સીનું કારણ ધરી જામીન માગ્યા, કોર્ટે અરજી ફગાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી વહુ નિકિતાની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપી વહુ નિકિતાની ફાઈલ તસવીર
  • નિકિતાએ પ્રેગ્નેટ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપ અને આરામનું કારણ આપી જામીન માગ્યા હતા
  • કોર્ટે જામીન અરજી ફગાવતા જેલમાં જ નિયમ મુજબ તમામ જરૂરી સુવિધા ઊભી કરવા જણાવ્યું.

અમદાવાદના ગોતા વિસ્તારમાં ઘરકંકાસમાં સાસુની કરપીણ હત્યા કરનારી પુત્રવધુને મિરઝાપુર કોર્ટે કામચલાઉ જામીન આપવાથી ઈનકાર કરી દીધો છે. 29 વર્ષની વહુ નિકિતા પ્રેગ્નેટ છે અને તેણે ઓક્ટોબર 2020માં લોખંડના સળિયાના ફટકા સાસુના માથામાં મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પ્રેગ્નેટ હોવાથી નિકિતાએ માગ્યા જામીન
નિકિતા હાલમાં પ્રેગ્નેટ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપ અને આરામ જોઈતો હોવાનું કારણ ઘરીને 30 દિવસના જામીન માગ્યા હતા. જોકે કોર્ટ તરફથી નિકિતાની જામીન અરજીને મંજૂરી અપાઈ હતી અને કહ્યું કે, બે મહિના પહેલા કાયમી જામીન માટેની અરજીને નકારતા સમયે કોર્ટે જેલ ઓથોરિટીને જેલના નિયમો મુજબ, અંદર જ તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે, નિકિતાએ પોતાની સ્થિતિ ગંભીર હોવાનું દર્શાવતા કોઈ મેડિકલ રિપોર્ટ્સ અથવા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા નથી.

મૃતક રેખાબેન અગ્રવાલની ફાઇલ તસવીર.
મૃતક રેખાબેન અગ્રવાલની ફાઇલ તસવીર.

નિકિતા અને સાસુ રેખાબેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા
બનાવની વિગતો એવી છે કે ગોતાના સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સમાં રહેતાં રેખાબેન રામનિવાસ અગ્રવાલના પુત્ર દીપકના લગ્ન 2019માં નિકિતા ઉર્ફે ન્યારા સાથે થયા હતા. લગ્ન થયાના શરૂઆતના મહિનાથી પુત્રવધૂ નિકિતા અને સાસુ રેખાબેન વચ્ચે બોલાચાલી, તકરાર અને ઝગડા થતાં રહેતાં હતાં. અવારનવાર ચાલતી આ તકરાર અને સામાન્ય બોલાચાલીએ મંગળવારે રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ગર્ભમાં રહેલા બાળકને લઈને ઝઘડો ચાલતો હતો
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. જાડેજાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાસુ-વહુ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા. જોકે છેલ્લા એક અઠવાડિયાથી સાસુ-વહુ વચ્ચે આરોપી નિકિતાના ગર્ભમાં રહેલા બાળકને લઈને ઝગડા થતા હતા. નિકિતાના ગર્ભમાં રહેલું બાળક સસરાનું હોવાનો આક્ષેપ સાસુ કરતી હતી, જેને લઈ બોલાચાલી થઈ હતી. આ બાબતે સાંજે શરૂ થયેલો ઝઘડો રાતે 8 વાગ્યે ઉગ્ર બની ગયો હતો, જેથી આવેશમાં આવી નિકિતાએ લોખંડનો સળિયો હાથમાં આવી જતાં તેમને ઘા મારી દીધા હતા.

હત્યાની ઘટના બની હતી તે સ્કિમની તસવીર
હત્યાની ઘટના બની હતી તે સ્કિમની તસવીર

પુત્ર મંદિરે દર્શન કરવા ગયો અને ખૂની ખેલ ખેલાયો
દીપક અગ્રવાલ ગોતામાં મહાવીર ગ્રેનાઇટ અને આર.કે. સ્ટોનના નામે વેપાર કરે છે. 24 ઓક્ટોબરે દીપકના પિતાને કોરોના થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે દીપક જમીને હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હતો, એ સમયે ઘરમાં સાસુ રેખાબેન અને પુત્રવધૂ નિકિતા ઘરમાં જ હતાં. એ દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ઘરનાં બંધ બારણાં વચ્ચે નિકિતાએ ખૂની ખેલ્યો હતો. લોખંડના સળિયા વડે સાસુના માથામાં ઘા મારતાં ચીસો અને બૂમાબૂમ થઇ હતી. બૂમો સાંભળીને આસપાસના ફ્લેટના લોકો પણ ભેગા થઇ ગયા હતા.

પત્નીએ હત્યા કર્યાનું જાણ થતાં દીપકે પોલીસને બોલાવી
દીપકે બેડરૂમમાં જઇને જોયું તો લોખંડનો સળિયો સાઇડમાં રાખેલો હતો અને નિકિતા વિકનેસ હોવાનું કહીને સૂઇ રહી હતી. પત્ની નિકિતાએ જ માતા રેખાબેનની હત્યા કરી હોવાની જાણ થતાં દીપકે પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પુત્રવધૂ સાસુની લાશને ઘરમાં જ સળગાવી દેવા માગતી હતી, પરંતુ લાશ બરોબર સળગી ન હતી. તેણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે એ જ સમયે દીપક આવી ગયો હતો.