મોર્નિંગ ન્યૂઝ બ્રીફભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમી-ફાઇનલ:ચૂંટણી ટાણે જ જય-વીરુની જોડી બહાર, મોદીની ટકોર બાદ કોંગ્રેસનું ગુપચુપ પ્લાનિંગ; નીરવ મોદીને ભારત લવાશે

અમદાવાદ23 દિવસ પહેલા

નમસ્કાર,

આજે ગુરુવાર, તારીખ 10 નવેમ્બર, કારતક વદ બીજ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડ મેદાનમાં ઉતરશે
2) આજથી ધોરણ 12 સાયન્સના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાશે
3) જેનેટિકલી મોડિફાઈડ પાક અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) પૂર્વ CM અને પૂર્વ DyCM ઘરભેગા!: ચૂંટણી ટાણે જ જય-વીરુની જોડી બહાર, જાણો કેવી રીતે ભાજપે રૂપાણી અને નીતિનભાઈને કર્યા સાઈડલાઈન!

ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાઈ છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિધાનસભા રેસમાંથી બહાર થઈ ગયા છે. ભાજપે હજુ સુધી એક પણ વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા નથી તે પહેલાં એક કાંકરે બે પક્ષી માર્યાં છે. હવે આ બંને નેતાઓને મોટી જવાબદારી આપીને વિધાનસભાની ચૂંટણીમાંથી સાઈડ કરી દીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) કોંગ્રેસ તમામ દિગ્ગજો ચૂંટણી મેદાને ઉતારશે: મોદીએ કરેલી ટકોર મુજબ કોંગ્રેસનું આ છે ગૂપચૂપ પ્લાનિંગ, શક્તિસિંહ-જગદીશ-સિદ્ધાર્થ સહિત બધા મોટા નેતાઓ ચૂંટણી લડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક સભામાં ટકોર કરી હતી કે, કોંગ્રેસ ચૂપચાપ કામ કરે છે, ધ્યાન રાખજો... આ વાતને સમર્થન આપતી કેટલીક વિગતો છેક હવે પ્રકાશમાં આવી છે. કોંગ્રેસે ચૂપકીદીપૂર્વક અગ્રણી પ્રાદેશિક નેતાઓને ચૂંટણીમાં ઝુકાવવા મેસેજ કર્યો છે. આ મુજબ હવે ગુજરાત કોંગ્રેસના લગભગ બધા જ સિનિયર નેતાઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાઠવા પછી બારડનું ઓપરેશન ભાજપ:પેઢીઓથી કોંગ્રેસની સાથે રહેલા ભગા બારડનું કોંગ્રેસને બાય... બાય... કોઈ દિગ્ગજે વેવાઈ તો કોઈએ દીકરા માટે ટિકિટ માગી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ કોંગ્રેસના જૂના જાણીતા કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને એને લઈને જ કોંગ્રેસ અત્યારે બેકફૂટ પર આવી રહી હોય એમ લાગી રહ્યું છે. વિધાનસભામાં ટિકિટની માગ પૂર્ણ ન થતાં કોંગ્રેસમાં પેઢીઓથી રહેલા દિગ્ગજો કોંગ્રેસ છોડી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકીય આરોપ: કોંગ્રેસે લેટર શેર કરી કહ્યું- ભાજપે સમર્થક બૂટલેગરોની યાદી મગાવી, આરોપને રદિયો આપી BJPએ કોંગ્રેસ પર કિન્નાખોરીનો આક્ષેપ કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે નેતાઓમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ પર હપતાખોરીનો આક્ષેપ કર્યો છે. ત્યારે કોંગ્રેસે પણ એક લેટર દ્વારા ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) નીરવ મોદીને હવે ભારત લવાશે, લંડન હાઈકોર્ટે કહ્યું- નીરવના પ્રત્યાર્પણનો નિર્ણય ના તો અન્યાય છે અને ના દબાણ
ભાગેડુ નીરવ મોદી ટૂંક સમયમાં જ ભારત આવશે. આ માટે બ્રિટનની હાઇકોર્ટે લીલી ઝંડી આપી છે. ત્યાંની હાઈકોર્ટ દ્વારા પ્રત્યાર્પણ રોકવાની અપીલ કરી હતી તે અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે નીરવનું પ્રત્યાર્પણ કોઈ પણ રીતે અન્યાયી કે દમનકારી નહીં હોય.
વાંચો સમાચાર વિગતવાર

6) ઝકરબર્ગે 11,000 લોકોની કરી છટણી, આવક ઘટી હોવાનું કારણ આગળ ધર્યું, 18 વર્ષમાં પહેલી વાર આટલી મોટી છટણી કરાઈ
Facebook, WhatsApp અને Instagram ની પેરેન્ટ કંપની Meta Platforms Inc. એ તેના 11,000 કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. કંપનીના 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે ખુદ કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. તેણે તેની પાછળનું કારણ આવકમાં ઘટાડો દર્શાવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

7) પાકિસ્તાન વર્લ્ડ કપની પહેલી ફાઈનલિસ્ટ, ન્યૂઝીલેન્ડ સામે એકતરફી જીત મેળવી, ટીમની 7 વિકેટે શાનદાર જીત, બાબર અને રિઝવાનની ધમાકેદાર ફિફ્ટી
T20 વર્લ્ડ કપ 2022ની પહેલી સેમી-ફાઇનલ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે આપેલા 153 રનના ટાર્ગેટને પાકિસ્તાને 19.1 ઓવરમાં 3 વિકેટે જ ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 57 રન, જ્યારે કેપ્ટન બાબર આઝમે 53 રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ અને મિચેલ સેન્ટનરે 1 વિકેટ લીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાતી નર્સનું રાષ્ટ્રપતિએ સન્માન કર્યું: વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા નડિયાદના નર્સને 'નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ' એનાયત
2) હું કોંગ્રેસી છું ને કોંગ્રેસી જ રહીશ: ભાજપમાં જોડાવાની વાતનું સુખરામ રાઠવાએ કર્યું ખંડન; કહ્યું- મરીશ તોપણ કોંગ્રેસનું કફન ઓઢીને જ મરીશ
3) અટકળોનો અંત: AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે, કેજરીવાલે જાહેરાત કરી
4) ભાજપના MLAનું અભી બોલા અભી ફોક: મધુ શ્રીવાસ્તવે પહેલાં કહ્યુંઃ 'મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે; પત્નીને લડાવીશ', પછી ફેરવી તોળીને કહ્યુંઃ 'હું તો મજાક કરતો હતો'
5) ગડકરીએ પૂર્વ PM મનમોહન સિંહના વખાણ કર્યા, ગડકરીએ કહ્યું- નાણામંત્રી તરીકેના તેમના આર્થિક સુધારાએ ભારતને નવી દિશા આપી, દેશ હંમેશા તેમનો ઋણી રહેશે
6) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બન્યા 50મા CJI, રાષ્ટ્રપતિ મુર્મુએ શપથગ્રહણ કરાવ્યા, 44 વર્ષ પહેલા પિતા પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા
7) ટ્વિટર યુઝર્સના ખિસ્સા પર પડશે ભાર, બધા જ ટ્વિટર યુઝર્સને આપવો પડી શકે છે ચાર્જ, મર્યાદિત સમય બાદ સબ્સ્ક્રિપ્શનનું આયોજન

આજનો ઇતિહાસ
1990- આજના દિવસે ચંદ્રશેખર ભારતના 8મા વડાપ્રધાન બન્યા હતા.

આજનો સુવિચાર
મનુષ્યના શરીર, મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનું પ્રગટીકરણ એટલે કેળવણી.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...