યુવાનોએ સેવા આપી:અંબાજીના પદયાત્રીઓ માટે જય માતાદી સેવા મંડળે ભંડારો, મેડિકલ કેમ્પ યોજ્યો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પની શરૂઆત પહેલા ન્યૂ ક્લોથ માર્કેટમાં ધ્વજા-કન્યા પૂજા યોજાઈ
  • વડાલી હાઈવે પરના કેમ્પમાં મહાજનના યુવાનોએ સેવા આપી

ન્યૂ ક્લોથ માર્કેટ સહિત શહેરનાં અન્ય વેપારીઓએ જય માતાદી સેવા મંડળના સહયોગથી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. ખેડબ્રહ્મા અને અંબાજી વચ્ચે વડાલી હાઈવે ખાતે યોજેલા આ કેમ્પમાં ભંડારા સાથે મેડિકલ કેમ્પ પણ યોજ્યો હતો. આ કેમ્પ શરૂ કરતાં પહેલા વેપારીઓએ ન્યૂ ક્લોથ માર્કેટના ગેટ પાસે ધ્વજા પૂજન, કન્યા પૂજન અને શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.

કાપડ મહાજનના સેક્રેટરી નરેશ શર્માએ જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો પદયાત્રા કરી અંબાજી જાય છે. ત્યારે માર્ગમાં ભોજન વ્યવસ્થા 3 સપ્ટેમ્બરથી શરૂ કરાઈ છે. કોઈ પદયાત્રી બીમાર પડે કે ઈજાગ્રસ્ત થાય તો તેમને મેડિકલ સહાય મળી રહે તે ઉદ્દેશ્યથી જય માતાદી સેવા મંડળ ભવન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. જ્યાં ડોક્ટરો અને પેરામેડિકલ ટીમ સેવા આપી હતી. કેમ્પમાં યુવકો નિ:સ્વાર્થ સેવા આપી શકે તે માટે દરરોજ સવારે કાંકરિયા અને શાહીબાગથી કેમ્પ સુધી બસ સેવા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...