ફરિયાદ:જાગૃતિ પંડ્યાએ રાકેશ શાહ વિરુદ્ધ પાટીલને ફરિયાદ કરી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હરેન પંડ્યા અને પક્ષની છબી ખરડાય તેવું નિવેદન કર્યું, યોગ્ય કાર્યવાહીની માગણી કરી

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાએ એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ વિરૂદ્ધ સી.આર.પાટીલને ફરિયાદ કરી છે. જાગૃતિ પંડ્યાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ભાજપ સંઘર્ષ કરતો હતો તે સમયે 1990માં પહેલીવાર તેમના પતિ ચૂંટણી લડ્યા હતા ત્યારે 5.45 ટકા મત પાર્ટીને મળતા હતા અને તે સમયે પાર્ટી ત્રીજા ક્રમ પર હતી. અથાક પુરૂષાર્થ કરી મતદારોમાં ભાજપનું આગવું સ્થાન ઊભુ કરવામાં તેમના પતિનો મહત્વનો ફાળો રહ્યો હતો.

તેમણે કહ્યું કે, 1995માં હરેન પંડ્યા બીજી વખત ચૂંટણી લડ્યા ત્યારે 72 ટકા મત ભાજપને મળ્યા હતા. કમનસીબ ઘટનાના કારણે તેમના પતિનું મૃત્યુ થયું હતું. તે ઘટના એલિસબ્રિજની જનતાના હૃદયમાં હજુ જીવતી છે. ત્યારે રાકેશ શાહે અશોભનીય-ઈર્ષ્યાળુ રાજનીતિજ્ઞ નિવેદન કર્યું હોવાથી તેમને દુખ થયું છે. તેમણે કહ્યું કે, ચૂંટણીના નાજુક સમયે રાકેશ શાહે પક્ષની છબીને ડાઘ લગાડવાનું કામ કર્યું છે તે માટે તેમની વિરૂદ્ધ પાર્ટીને ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...