કોંગ્રેસ પ્રમુખ હાસ્યાસ્પદ ટિપ્પણીમાં ફસાયા:જગદીશ ઠાકોરે AMCના વોટર સપ્લાય કમિટી ચેરમેનને મ્યુનિ. કમિશનર બનાવી દીધા, પછી ટ્વીટ ડિલિટ કર્યુ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કમિશનર ચહેરા અને ભાજપના સત્તાધીશો પર આક્ષેપો કરવા માટે ઉતાવળિયા થયેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ખોટું ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અને ટીકા ટિપ્પણી થતાં ટ્વીટ તાત્કાલિક ડિલિટ મારી દીધું હતું. ટ્વીટ્સ સુધારો કરી અને ફરીથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર સપ્લાય કમિટીના ચેરમેનની હાસ્યાસ્પદ ટિપ્પણી એમ કરી બીજું ટ્વીટ કર્યું હતું.

અમદાવાદ શહેરમાં પડેલા આજે ભારે વરસાદના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સહેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલ દ્વારા સ્માર્ટ સિટી એટલે સોનાના રોડ નહીં એવી ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણી મામલે મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો ઉપર પ્રહાર કરવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું અધૂરું જ્ઞાન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વોટર સપ્લાય કમિટીના ચેરમેન અને ઘાટલોડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટર જતીન પટેલને મ્યુનિસિપલ કમિશનર તરીકે દર્શાવી દીધા હતા. તેઓએ ટ્વિટ કરી અને જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલની હાસ્યજનક ટિપ્પણી. ‘સ્માર્ટ સિટી એટલે શું સોનાના રોડ હોય? પાણી તો ભરાય. ’ખરેખરમાં જતીન પટેલ સોનાના રોડ અંગે ટિપ્પણી કરી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એ પોતાનું અને ઉતાવળ્યુ અને અધૂરું જ્ઞાન સોશિયલ મીડિયા પર દર્શાવ્યું છે. તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરની હાસ્ય જનક ટિપ્પણી. સ્માર્ટ સિટી એટલે શું સોનાના રોડ હોય? પાણી તો ભરાય, ગુજરાત ભાજપના અને એમના અધિકારીઓ આવા મુર્ખામી ભર્યા નિવેદનો આપી ગુજરાતની જનતાને છેતરી રહ્યા છે, પણ હવે જનતા જાગી ગઈ છે. આ ભાજપના ભ્રષ્ટાચારને ઓળખી ચુકી છે!. આ ટ્વિટમાં જતીન પટેલ દ્વારા જે સોનાના રોડ અંગેની ટિપ્પણી કરવામાં આવી છે તેનું ખાનગી ચેનલનો વીડિયો પણ મૂક્યો છે. ખરેખરમાં ભાજપના ચેરમેન જતીન પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. છતાં પણ તેઓએ ટ્વીટમાં કમિશનરની હાસ્યાસ્પદ ટિપ્પણી તેવું લખ્યું છે. અત્યારે આ ટ્વીટ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અને લોકો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની ટીકા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...