• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Jagdish Thakore Announced The Strategy Of Sitting The Congress 15 Days Ago, Saying, "We Have To Carry The Congress Flag And Go Among The People."

કોંગ્રેસની મિશન 2022ની તૈયારી:જગદીશ ઠાકોરે 15 દિવસ પહેલાં કોંગ્રેસને બેઠી કરવાની રણનીતિ જાહેર કરી હતી, કહ્યું હતું, કોંગ્રેસનો ઝંડો લઈને લોકોની વચ્ચે જવું પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • ગલ્લાઓ અને ગલીઓમાં જઈને ચાલતા જ યાત્રા કરીને લોકોને સમજાવવા પડશે
  • 15 નવેમ્બરે પાટણમાં યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં કાર્યકરોને કહ્યું હતું, ભાજપનો ડર કોંગ્રેસે દૂર કરવો પડશે

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લાં 25 વર્ષથી સત્તામાં નથી. એ ઉપરાંત રાજ્યમાં ચૂંટણીઓમાં સતત પરાજય થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓએ રાજીનામાં આપ્યાં હતાં, જેથી છ મહિના કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ સુકાની વગરની હતી. હવે ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો ગણાતા જગદીશ ઠાકોરના હાથમાં કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું છે. તેમને પોતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનશે એવો અણસાર આવી ગયો હતો, જેથી તેમણે 15 દિવસ પહેલાં જ કોંગ્રેસને બેઠી કરવા અને ભાજપને પછાડવાની રણનીતિ અગાઉથી જ તૈયાર કરી રાખી હતી.

લોકોમાં ફેલાયેલો ભાજપનો ડર કોંગ્રેસે ભાગવાનો છે
તેમણે 15 નવેમ્બરે પાટણમાં યોજાયેલા જનજાગરણ અભિયાન તથા નૂતન સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસની રણનીતિ વિશે વાત કરી હતી. તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે આપણે છેલ્લાં 25 વર્ષથી સત્તામાં નથી, કારણ કે જે લોકો કોંગ્રેસમાં જોડાવા માગે છે તે લોકો ભાજપના ડરથી કોંગ્રેસમાં જોડાતા નથી. લોકોને જગાડવા માટે કોંગ્રેસે લોકસંપર્ક વધારવો પડશે. લોકોની વચ્ચે જઈને સરકારનાં કાવતરાં ખુલ્લાં પાડવા પડશે. તો જ લોકો કોંગ્રેસ સાથે જોડાશે.

દરરોજ સવારે બેનરો સાથે બેથી ત્રણ કલાકની પદયાત્રા કરવાનું આહવાન ( ફાઈલ ફોટો)
દરરોજ સવારે બેનરો સાથે બેથી ત્રણ કલાકની પદયાત્રા કરવાનું આહવાન ( ફાઈલ ફોટો)

દરરોજ સવારે બેનરો સાથે બેથી ત્રણ કલાકની પદયાત્રા કરો
તેમણે NSUI, સેવાદળ, યુથ કોંગ્રેસ અને અલગ અલગ સેલના કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું કે દરરોજ સવારે બેથી ત્રણ કલાકની પદયાત્રા કરવી પડશે. કોંગ્રેસનો ઝંડો લઈને લોકોની વચ્ચે જવું પડશે. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સરકારની ખોટી નીતિઓના સ્લોગનો લખેલાં બેનરો લઈને ગામેગામ અને શહેરોમાં ફરવું પડશે. ગલીએ ગલીએ રોજેરોજ લોકસંપર્ક વધારવો પડશે. દરરોજ પાંચ ગલ્લા પર જઈને કોંગ્રેસની વાત રજૂ કરવી પડશે. ભાજપે લોકોમાં જે ડર ફેલાવ્યો છે એ લોકોમાંથી કોંગ્રેસે દૂર કરવો પડશે.

ગલીએ ગલીએ ફરી સરકારની નીતિઓ ખુલ્લી પાડો
કોંગ્રેસના કાર્યકરો ગાડીઓ લઈને ભલે દેખાવો કરવા નીકળતા હોય, પણ હવે એક ગામમાં જઈને ગાડીઓ બાજુમાં મૂકીને ચાલતા ફરવાનું છે. જે લોકોને મળો એ લોકોના ફોનનંબર અને સરનામાં લખીને લોકોને એકઠા કરવા પડશે. હવે સમય પાકી ગયો છે. રાષ્ટ્રભક્તિના નામે લોકોને ગુમરાહ કરતી આ સરકારને અરીસો દેખાડવા માટે તેનાં કાવતરાં ખુલ્લાં પાડીને લોકોને સરકારની ખોટી નીતિઓ ખુલ્લી પાડવી પડશે. સાઇકલયાત્રા કરો કે પછી કોઈપણ યાત્રા કરો, પણ ચૂંટણી સિવાયના દિવસોમાં પણ લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસનો ઝંડો અને બેનરો લઈને નીકળો.

કાર્યકર્તાઓએ લોકોને એકઠા કરવા ગામેગામ ચાલીને ફરવાનું છે
કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકોને એકઠા કરવા ગામેગામ ચાલીને ફરવાનું છે. ભ્રષ્ટાચાર,મોંઘવારીના સ્લોગનો લખેલાં બેનરો લઈને ગામેગામ ચાલતા જ યાત્રાઓ કરવાની છે. હવે સમય પાકી ગયો ગયો છે આ સરકાર સામે બાથ ભીડવાનો. લોકોના મનમાં ડર પેદા કરીને લોકોને કોંગ્રેસથી દૂર કરતી આ સરકાર સામે લડવાની તૈયારીઓ હવે કરવાની છે. જેથી પક્ષના તમામ કાર્યકર્તાઓ હવે યાત્રાઓ માટે તૈયાર રહેવું પડશે. લોકસંપર્ક મજબૂત કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...