તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગુજરાત કોંગ્રેસ કાર્યાલયમાં નેતાઓની છુટ્ટાહાથે મારામારી, જગદીશ રાજપુરોહિતે કિરણ પ્રજાપતિ સામે પોલીસ કમિશનરને ફરિયાદ કરી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઓ કારણે પ્રદેશથી લઇ સ્થાનિક કક્ષાએ નેતાગીરીનો અભાવ છે. આંતરીક ઝઘડાઓ હવે મારામારી સુધી પહોંચી ગયા છે. 15 ઓગસ્ટના રોજ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટીંગમાં ગુજરાત કોંગ્રેસ સેવાદળ પુર્વ ઇન્ચાર્જ ઓફિસ સેક્રેટરી જગદીશ રાજપુરોહિતને કોંગ્રેસ સેવાદળના અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં કોંગ્રેસના પ્રતિનિધિ કિરણ પ્રજાપતિએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જગદીશભાઈએ પોલીસ કમિશનરને આ મામલે ફરિયાદ પણ કરી છે.

કોંગ્રેસમાં પણ તેઓએ પત્ર લખી જાણ કરી છે કે સવિનય જણાવવાનું કે, મારું નામ જગદીશ રાજપુરોહિત છે. હું ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો છું. ગત 15 ઓગસ્ટ કોંગ્રેસ કાર્યાલય પાલડી ખાતે મિટિંગ હતી તે દરમિયાન કોંગ્રેસ સેવાદળના કિરણ પ્રજાપતિ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો, મારામારી કરી ગેરવર્તુણ કર્યું સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી. મારામારીનો બનાવ ગુજરાત સેવાદળના પ્રમુખ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજભાઈ મકવાણા ઉપસ્થિતિમાં બન્યું, છતાં તેમને મુક પ્રેક્ષક બનીને જોયું, ત્યારબાદ અમે ફરિયાદ લેખિતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાને આપી જે ફરિયાદના આધારે પક્ષે કિરણ પ્રજાપતિને નોટિસ આપી, તે નોટિસને ઘણો સમય વીત્યા છતાં પગલાં ન લીધા.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ હમણાં જ કિરણ પ્રજાપતિને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક કરી , માટે આ પગલાં નથી લીધા હોય એવું મને જાણવા મળ્યું. એટલે અમોએ આજરોજ 1 સપ્ટેમ્બર 2021ના રોજ પોલીસ કમિશનર અમદાવાદને લેખિતમાં રજૂઆત કરી અરજી આપી. અને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સાથે પોલીસ રક્ષણ માટે વિનંતી કરી છે. મને કંઈ પણ થાય તેની જવાબદારી માટે માંગણી કરી છે. ગુજરાત કોંગ્રેસ સેવાદળ શિસ્તનો વિષય છે. સ્કૂલ બોર્ડ શિક્ષણ પણ શિસ્તનો વિષય, બંને વિષયો અને કોંગ્રેસની ગાંધી વિચારધારાને લાંછન લગાવે તેવું કામ ગુજરાત કોંગ્રેસ પક્ષના કાર્યાલયની અંદર મારી સાથે હુમલો કરી કિરણ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું માટે અમે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.