• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Jagatpur Railway Overbridge, Siddhi Group Builder Gave Only ₹ 7 Crore Instead Of 18 Crore, The Remaining ₹ 11 Crore Will Be Borne By AMC.

દરખાસ્ત મંજૂર:અમદાવાદના જગતપુર રેલવે ઓવરબ્રિજમાં સિદ્ધિ ગ્રુપ બિલ્ડરે 18 કરોડની જગ્યાએ માત્ર 7 કરોડ આપ્યા, બાકીના 11 કરોડ AMC ભોગવશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • સિદ્ધિ ગ્રુપે ઔડામાં સબમિટ કરેલી નવી સ્કિમોના પ્લાન ઝડપથી પાસ થાય તેના માટે પ્રપોઝલ મૂકી હતી
  • ઓછી રકમ લઇ અને બાકીની રકમ કોર્પોરેશન ભોગવવા કેમ તૈયાર થયું?

જગતપુર પાસે રેલવે ઓવરબ્રિજ બનતા પહેલા જ વિવાદમાં આવી ચૂક્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે તૈયાર થનાર બ્રિજમાં હિસ્સેદારી આપવા તૈયાર થનાર સિદ્ધિ ગ્રુપ બિલ્ડરે હવે કોરોનાના નામે પોતાની 25 ટકા હિસ્સેદારી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાકીની 18 કરોડની રકમ કોર્પોરેશનને ભોગવવા 6થી વધુ વખત દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકાઈ હતી. સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં બાકીની રકમ કોર્પોરેશન ચૂકવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. સિદ્ધિ ગ્રુપે માત્ર 7 કરોડ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી છે, બાકીની 10થી 12 કરોડની રકમ હવે કોર્પોરેશન ચૂકવશે એટલે કે સિદ્ધિ ગ્રુપ દ્વારા માત્ર સાત કરોડ આપી અને પોતાની PPP ધોરણની નામના મેળવી લેશે.

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, સિદ્ધિ ગ્રુપ બિલ્ડર દ્વારા બ્રિજ મામલે કોઈપણ શરત વગર રૂ. સાત કરોડ ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જેમાં રૂ. 1 કરોડના બે ચેક જમા પણ કરાવ્યા છે અને બાકીની રકમના એડવાન્સ ચેક આપવાની તૈયારી પણ દર્શાવી હતી. મળેલી કમિટીમાં કોર્પોરેશનને આ હિસ્સેદારીના 25 ટકાની જગ્યાએ કેટલીક રકમ કોર્પોરેશન ચૂકવશે.

શહેરને ફાટકમુક્ત કરવાના પ્રયાસ વચ્ચે જગતપુર ખાતે બની રહેલા રેલવે ઓવરબ્રિજ હવે ઝડપથી બનશે કે કેમ તેના પર સવાલ ઉભા થઇ રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017માં ખાનગી બિલ્ડર સિદ્ધિ ગૃપના 25 ટકાના ખર્ચના સહયોગથી PPP ધોરણે રેલવે ક્રોસિગ પર બ્રિજ બનાવવા જણાવ્યું હતું. હવે સિદ્ધિ ગ્રુપ દ્વારા હવે કોરોનામાં તેઓ પાસે પૈસા નથી તેમ કહી હાથ અધ્ધર કરી લીધા હતા. જેથી હવે 25 ખર્ચ કોર્પોરેશન પર આવી પડ્યો હતો, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનએ સિદ્ધિ ગ્રુપના ડાયરેક્ટર સાથે મિટિંગ પણ થઈ હતી.

આ મિટિંગની મિનિટસ ઓફ મિટિંગમા જણાવ્યું હતું કે, સિદ્ધિ ગૃપ ઓફ કંપનીએ દ્વારા અગાઉ 19-7- 2019ના રોજ બ્રિજના કુલ ખર્ચેના 25 ટકા કોસ્ટ શેરિંગ માટે સહમતી દર્શાવેલ હતી . પરંતુ આખરે ત્રણ વર્ષ બાદ તેઓ કોવિડ મહામારીના પગલે રિએલ એસ્ટેટમાં આવેલી ગંભીર મંદીના કારણે તેઓ 25 ટકા કોસ્ટ શેરિંગ માટે ફંડ આપી શકે તેમ નથી તેમ કહી હાથ અધર કરી નાંખ્યા હતા . આ સાથે વધુમાં સિદ્ધી ગૃપ ઓફ કંપની દ્વારા એએમસીને બ્લેકમેઇલિગ કરતા કહ્યું હતુ કે ઔડામા સબમીટ કરેલ નવી સ્કીમોના પ્લાન ઝડપથી પાસ થાય, તો તેઓ દ્વારા સદર 25 ટકા ફંડની પ્રપોઝલ અંગે ફરીથી વિચારણા કરવામાં આવશે.

આ સમગ્ર વિવાદમાં ભાજપના સત્તાધીશોએ શું સિદ્ધિ ગ્રુપ દ્વારા જે ઔડામાં મુકાયેલા પ્લાન ઝડપથી પાસ થાય તે પ્રપોઝલ પર વિચાર કરી અને માત્ર સાત કરોડ જ લીધા હોવાની ચર્ચા છે. કરોડો રૂપિયાની બિલ્ડિંગ ઉભી કરનાર સિદ્ધિ ગ્રુપ બિલ્ડરને આ હિસ્સેદારીની રકમ ચૂકવવા માટે કાન આમળી અને પૈસા લેવાની જગ્યાએ કેટલીક રકમ લઈ બાકીની રકમ માટે પ્રજાના પૈસે બ્રિજ બનાવી નામના લેવાશે.

અન્ય સમાચારો પણ છે...