તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:અમદાવાદમાં જગન્નાથજીનો રથ મંદિરમાં 7 પ્રદક્ષિણા કરશે મંગળા આરતી, પહિંદ સહિતની વિધિ યોજાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જગન્નાથ મંદિરને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું.
  • દર વર્ષે 22 કિલોમીટરમાં નીકળતી રથયાત્રા 2200 ચો.મીમાં જ પૂરી થશે
  • ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો રથ વારાફરથી મંદિરમાં પરિક્રમા કરશે
  • કોરોનાના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી પોલીસે પણ રથયાત્રા ન કાઢવા અભિપ્રાય આપ્યો હતો

જગન્નાથ મંદિર ટ્રસ્ટે  રથયાત્રાની તૈયારીઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. નામ ન આપવાની શરતે જગન્નાથ મંદિરના એક ટ્રસ્ટીએ કહ્યું હતું કે, રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાની વિચારણા છે.  યોજના મુજબ ભગવાનના રથને મંદિરમાં સાત વાર પ્રદક્ષિણા કરાવવામાં આવશે. ત્રણેય રથને વારાફરતી મંદિર પરિસરમાં લાવી પરિક્રમા કરાવાશે. જોકે મંગળા આરતી, પહિંદ સહિતની વિધિ  કરવામાં આવશે.

હાઈકોર્ટે મનાઈ હુમક ફરમાવતા 143 વર્ષમાં પહેલી વાર ભગવાનની રથયાત્રા નગરચર્યા કરશે નહીં અને 22 કિલોમીટરમાં નીકળતી રથયાત્રા માત્ર 2200 ચોરસમીટરમાં પૂરી કરવામાં આવશે. આ રથયાત્રામાં મંદિર ટ્રસ્ટ દ્વારા બે હાથીને હાજર રાખવામાં આવશે. નેત્રોત્સવ વિધિમાં હાથીને હાજર રાખવા વિચારણા છે. 

120 નહીં માત્ર 30 ખલાસી રથ ખેંચશે
હાઈકોર્ટના નિર્ણય પહેલા ભગવાન જગન્નાથની રથયાત્રામાં 120 ખલાસી જોડાવાના હતા, પરંતુ શનિવારે મોડી રાત્રે મિટિંગ બાદ નક્કી કરવામાં આવ્યું છે કે, જો પ્રાંગણમાં રથયાત્રા યોજાય તો માત્ર 30 ખલાસી રથને ખેંચશે. પહેલા જેમ નક્કી કરવામાં આવ્યું હતું કે, કોરોનાને લીધે દરેક ખલાસીઓની સ્વાસ્થ્ય ચેકિંગ કરવામાં આવશે તેવી જ રીતે આ 30 લોકોનું પણ સ્વાસ્થ્ય ચેકિંગ એક દિવસ પહેલા કરવામાં આવશે. 

રૂટના વિસ્તારોમાં જ સૌથી વધુ કેસ હતા
કોરોનાની સૌથી વધારે અસર જમાલપુર, બહેરામપુરા, કાલુપુર, દરિયાપુર, શાહપુર સહિતના વિસ્તારોમાં આવ્યા હતા. જેના કારણે તે તમામ વિસ્તારો કલસ્ટર કોરોન્ટાઈન જાહેર કરીને સીલ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે તે જ વિસ્તારોમાંથી રથયાત્રા નીકળવાની હોવાથી તમામ પોલીસ સ્ટેશન દ્વારા રથયાત્રા કાઢવા દેવા માટે નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે. 

ક્રાઇમબ્રાંચ, ટ્રાફિક પોલીસ પણ મંજૂરીની તરફેણમાં ન હતી  
રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશનનો, ટ્રાફિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચના  અભિપ્રાયો  લેવામાં આવ્યા હતા. આ અભિપ્રાય શહેર પોલીસે સરકારને મોકલી આપ્યા છે, જેમાં શહેર પોલીસ એ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે રથયાત્રા કાઢવામાં આવશે તો કોરોના મોટી સંખ્યામાં ફેલાવવાની વકી છે. જેથી રથયાત્રા કાઢીને લોકોના જીવ જોખમમાં મૂકી શકાય નહીં. આમ બંને બ્રાંચે રથયાત્રાને મંજૂરી નહીં આપવાની તરફેણ કરી હતી. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો