આ કામ તો વિભૂતિ જ કરી શકે!:ઈટ્સ લૂક વેરી ગુડ... અમદાવાદી યુવતીએ જન્મદિવસે જ ઈચ્છા પૂરી કરી, કેન્સર પીડિત માટે હેર ડોનેટ કર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • દરિયાપુરની વિભૂતિ પરમારે હેર ડોનેટ કરીને કેન્સરપીડિત મહિલાઓ માટે વિગ બનાવવા ઉમદા પગલું ભર્યું
  • બે દિવસ પહેલા એક મહિલાને હેર ડોનેટ કરતાં જોઈ અને પોતે પણ હેર ડોનેટ કરવા નક્કી કર્યું હતું

ભારતીય નારી માટે વાળ જીવથી પણ વ્હાલા હોય છે. વાળથી જ સ્ત્રીની સુંદરતા નિખરે છે. વાળની માવજત માટે યુવતીઓ અનેક પ્રકારની હેર ટિપ્સ ફોલો કરતી હોય છે. વાળને નિખારવા માટે અવનવી ટ્રીક પણ વાપરતી હોય છે. પરંતુ અમદાવાદના દરિયાપુરમાં રહેતી વિભૂતિ પરમારે પોતાના વાળનું દાન કર્યું છે. તે પણ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે. વિભૂતિ પરમારે પોતાના જન્મદિવસે જ વાળનું મૂંડન કરાવી પોતાના વાળ ડોનેટ કરી બે વર્ષ અગાઉ વ્યક્ત કરેલી ઈચ્છા પૂરી કરી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીર શેર કરી હતી. એટલું જ નહીં પોતાની લાગણી પણ લાઈવ કરીને વ્યક્ત કરી હતી. લોકોની કોમેન્ટ આવતા કહ્યું હતું કે, ઈટ્સ લૂક વેરી ગુડ...

હેર ડોનેટ બાદ પ્રતિક્રિયા વ્યક્ત કરી
માથાના વાળ મૂંડન કરાવ્યા બાદ વિભૂતિ પરમારે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર લાઈવ થઈને લોકોને પોતાના નવા લૂક વિશે માહિતગાર કર્યા હતા. જેમાં લોકોની કોમેન્ટ આવતા આંખમાં અંશ્રુ સાથે જણાવ્યું કે, આજે મારી ઈચ્છા હતી તે પૂરીપૂર્ણ થઈ ગઈ છે. આઈ હોપ ઈટ ઈઝ લૂક, ઈટ્સ લૂક વેરીગૂડ... થેંક્યુ... મારી બે અઢી વર્ષની ઈચ્છા હતી. હું ડરતી હતી. મને આ વસ્તુની જાણ થઈ જે બીજા એક લેડી છે. એમના હેર ડોનેશન પછી.. તો એ વખતે મને ઈચ્છા હતી જ... પણ વિચાર આવતો કે કેવા લાગીશું, કેવા નહીં લાગીએ.. મને ડર નથી હેર ડોનેશન કરીને ટકલાં દેખાવાનો. કારણે કે કર્યા પછી કેવા લાગીશું. તો ફાઈનલી મને તો હું બહુ સારી લાગી રહી છું... અને બહુ સારી ફીલ કરી રહી છું... સો આઈ વિલ ફીલ વેરી બેટર..

અન્ય યુવતીઓને પણ હેર ડોનેટ માટે આગ્રહ કર્યો
વિભૂતિ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, કેન્સર પીડિત મહિલાઓ માટે મેં હેર ડોનેટ કર્યા છે. મારા ડોનેટ કરેલા વાળથી તેમના માટે વિગ બનશે. જેને તેઓ પહેરશે. એટલા માટે મેન્ટલી સપોર્ટ પણ કરી શકીએ છીએ. આજે મારો જન્મદિવસ છે એટલે જ મારે આ દિવસે આ (હેર ડોનેશન) કરવું હતું. લોકો કંઈ પણ કહે પરંતુ મને બહુ સારું લાગી રહ્યું છે. મને પોતાના પર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. કે મેં બહુ સરસ કામ કર્યું છે. હું ઈચ્છું છું કે અન્ય ગર્લ્સ પણ હેર ડોનેટ કરે અથવા તેમને ગમે તે કરી શકે છે. સેવાનું કામ કરી શકે છે. એક જ જન્મ મળે છે માણસને. તો મેં ફિલ્ટર યુઝ કર્યું છે. એક જ જીવન મળે છે 60-70 વર્ષમાં કેટલા જન્મદિવસ આવે.. તો (60-70) એટલા જ આવે છે... તો કોઈ એક દિવસ સારું કામ કરવામાં જન્મદિવસના એક દિવસે કંઈ ઓછું થઈ નથી જતું.

વિભૂતિએ ડોનેટ કરેલા વાળ બોમ્બેની સામાજીક સંસ્થાને મોકલ્યા છે
વિભૂતિએ ડોનેટ કરેલા વાળ બોમ્બેની સામાજીક સંસ્થાને મોકલ્યા છે

વિભૂતિ માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ ધરાવે છે
દરિયાપુર વિસ્તારમાં રહેતી વિભૂતિ પરમાર વર્ષ 2020માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં દરિયાપુર વોર્ડના ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા. વિભૂતિએ ડોનેટ કરેલા વાળ બોમ્બેની સામાજીક સંસ્થા મદદ ફાઉન્ડેશનને કુરિયર કર્યા છે. એનજીઓ કેન્સરના દર્દીઓ માટે વિગ બનાવવા મોકલશે. જેમાંથી બનેલી વિગ કેન્સરપીડિત મહિલાઓના વિગ બનીને આવે પછી પહેરશે. વિભૂતિ ટેક્વોન્ડો પ્લેયર છે અને માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...