વેપારીઓને ફાયદો:ધંધાના સ્થળે લગાવાતી સોલાર પેનલ પર હવે આઈટીસી મળશે, અત્યાર સુધી વેપારીઓને GST પરત મળતો ન હતો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રુલિંગ ઓથોરિટીના ચુકાદાથી વેપારીઓને ફાયદો થશે

વેપાર-ધંધાનાં સ્થળો પર વેપારીઓ પોતાની વીજળીની બચત કરવા માટે સોલાર પેનલ લગાવે તો તેમને લાગતો જીએસટી પરત મળતો ન હતો, જેના કારણે વેપારીઓ દ્વારા આ અંગે એડવાન્સ રુલિંગ ઓથોરિટીમાં દાદ માગતા કોર્ટે ધંધાના કે ફેક્ટરીના સ્થળે લગાવેલી સોલાર પેનલ પર કરદાતાઓને મળવાપાત્ર આઇટીસી આપવાનો આદેશ કર્યો છે. આમ આઇટીસી મળવાથી વેપારીઓ વધુ પ્રમાણમાં સોલાર પેનલ લગાવી પોતાના લાઇટ બિલમાં બચત કરી શકશે.

તાજેતરમાં તામિલનાડુ એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ કરદાતાની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે, કરદાતા હવેથી પોતાના ધંધાકીય ઉપયોગ માટે સોલાર પાવર પેનલ લગાવે તો તેના પર લાગેલો જીએસટીની આઇટીસી લઇ શકશે, જેને લઇને તામિલનાડુની એડવાન્સ રુલિંગ ઓથોરિટીમાં કરદાતાએ અરજી કરી આની ઉપર લાગતો ઇનપુટ ટેકસ ક્રેડિટ કરદાતા લઇ શકે કે નહીં તેની સ્પષ્ટતા માંગી હતી, જેના ચુકાદામાં કોર્ટે જણાવ્યું કે, આ ધંધાકીય પ્રવૃતિ માટે તેનો ઉપયોગ થાય છે તેથી તેની ક્રેડિટ કરદાતાઓને મળી શકે છે.

નંબર રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરાયો
ડિરેક્ટર જનરલ ફોરેન ટ્રેડે આયાત-નિકાસ કોડ રજિસ્ટ્રેશન નંબર અપડેટ કરવાની મુદત તારીખ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાવી છે. આમ દરેક નિકાસકારો અને આયાતકારોએ નવા નંબર અપડેટ કરવો જરૂરી છે. જે કોઇ આયાતકાર અને નિકાસકારો નવો નંબર અપડેટ નહીં કરે તેમનો જૂનો નંબર રદ થઇ જશે. આ મુદત 31 ઓગસ્ટ 2021 કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...