બિલિંગ કૌભાંડનો સફાયો:બોગસ પેઢી પાસેથી લીધેલી ITC 15% દંડ, 18% વ્યાજ સાથે વસૂલાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાંથી બોગસ બિલિંગ કૌભાંડનો સફાયો કરવાનું શરૂ
  • કાગળ પરની પેઢીઓ પકડી પાડવા શહેરમાં 17 સ્થળે તપાસ

સ્ટેટ જીએસટીએ રાજ્યમાંથી બોગસ પેઢીઓ શોધવાની ડ્રાઈવ શરૂ કરી છે. શહેરમાંથી અત્યાર સુધી 35થી વધુ બોગસ પેઢી પકડાઈ છે. મંગળવારે જીએસટીની ટીમોએ શહેરની 15થી 17 જગ્યાએ તપાસ હાથ ધરી હતી. બોગસ પેઢીઓ સામેની કાર્યવાહી બાદ બેનીફિશરીઓને શોધવામાં આવી રહ્યાં છે. જેમને આઈટીસી લીધી છે તેમની પાસેથી ડિપાર્ટમેન્ટ 15 ટકા દંડ અને 18 ટકા વ્યાજ સાથે વસૂલાતની કાર્યવાહી શરૂ કરાઈ છે.

જીએસટી ડિપાર્ટમેન્ટ રાજ્યભરમાંથી બોગસ બિલિંગ કૌભાંડનો સફાયો કરવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહીને લઇને રાજ્યમાંથી કુલ 51થી વધુ બોગસ પેઢી પકડી પાડી છે. આ પેઢીઓએ કરેલા વ્યવહારોનું એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. બોગસ બિલોથી આઈટીસી લેનારાને નોટિસ મોકલી વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે.

એક સપ્તાહમાં 35થી વધુ પેઢીના GST નંબર રદ
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાંથી બોગસ બિલિંગ અને ડોક્યુમેન્ટ ફ્રોડ પેઢીઓનો સફાયો કરીને રાજ્યને ટેક્સ માટેનું મોડલ બનાવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 35થી વધુ બોગસ પેઢીઓ શોધી તેમના જીએસટી નંબર રદ કરવાનું શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...