તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IT ક્ષેત્રે ગુજરાતની ઊંચી ઉડાન:દુનિયાની પ્રતિષ્ઠિત IT કંપની IBM અમદાવાદમાં સ્થાપશે સોફ્ટવેર લેબ, ગુજરાતની ટેલેન્ટેડ જનરેશન માટે ખુલશે નવા દ્વાર

અમદાવાદએક મહિનો પહેલા
મુખ્યમંત્રીની IBMના એમડી સાથે મીટિંગની તસવીર.
  • IBM અમદાવાદમાં 'સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જિનિયરિંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરશે
  • આવી સોફટવેર લેબ હાલ બેંગલુરુ, પુણે, હૈદરાબાદ અને ચેન્નઇમાં કાર્યરત છે

આઇટીક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની આઇબીએમ અમદાવાદમાં અત્યાધુનિક સોફટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જિનિયરિંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આઇબીએમ-ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સંદીપ પટેલ અને આઇબીએમ સોફટવેર લેબના વાઇસ-પ્રેસિડેન્ટ ગૌરવ શર્માની ગાંધીનગરમાં યોજાયેલી મુલાકાત બેઠક દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ IBMને ગુજરાતમાં આવકારી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇબીએમના આ સેન્ટરની જાહેરાતને આવકારતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે એફડીઆઇ અને આઇટી સેકટર સહિતના ટેકનોલોજી સેક્ટરના ઇન્વેસ્ટમેન્ટ માટે એક હેલ્ધી અને ફ્રેન્ડલી વાતાવરણ બન્યું છે. એટલું જ નહિ, ગુજરાતમાં સેક્ટરલ યુનિવર્સિટીઝની શરૂઆત તથા આઇક્રિયેટ, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ પણ વધ્યો છે અને યુવાઓને અદ્યતન જ્ઞાન-સંશોધન અવસર મળી રહ્યા છે.

વિજય રૂપાણીએ આઇબીએમના એમડીને એમ પણ જણાવ્યું હતું કે આ બધાને પરિણામે ગુજરાતમાં સ્કિલ્ડ મેનપાવર અને વિપુલ ટેલન્ટપૂલ ઉપલબ્ધ છે, એનો લાભ આઇબીએમને મળશે. તેમણે કહ્યું હતું કે ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવામાં જે લીડ લીધી છે, એમાં આઇબીએમનું આ નવું કાર્યરત થનારું સેન્ટર રાજ્યમાં આઇટી, આઇટીઇએસ સેકટરની સમગ્ર ઇકો સિસ્ટમની કાયાપલટ કરવામાં મહત્ત્વપૂર્ણ બનશે.

IBMના આગમનથી રાજ્યમાં રોજગારીના અવસર ઊભા થશે.
IBMના આગમનથી રાજ્યમાં રોજગારીના અવસર ઊભા થશે.

સેન્ટરથી યુવાઓ માટે રોજગારીના અવસર ઊભા થશે
આ સેન્ટર રાજ્યના યુવાઓ માટે નવા રોજગાર અવસર ઊભા કરશે અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વકક્ષાના કૌશલ્યવર્ધન ક્ષમતાનો પણ રાજ્યમાં વિકાસ થશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. આઇબીએમ-ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સંદીપ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે આઇટી હબ બનવાની જે દિશા લીધી છે એની પ્રશંસા કરી હતી. ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના નવતર અભિગમ સાથે વિકાસના નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે એ સંજોગોમાં આઇબીએમ ગુજરાતના ડિજિટલ મિશનમાં યોગદાન આપવા ઉત્સુકતા છે, એમ પણ સંદીપ પટેલે ઉમેર્યું હતું.

વિશ્વકક્ષાની સોફ્ટવેર લેબ અમદાવાદમાં
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથેની આ બેઠકમાં આઇબીએમ-ઇન્ડિયાના એમડી સંદીપ પટેલે જણાવ્યું હતું કે આઇબીએમ સોફટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફટવેર પોર્ટફોલિયો અને કલાઉડ સર્વિસ પૂરી પાડે છે. આવી સોફટવેર લેબ બેંગલુરુ, પુણે, હૈદરાબાદ અને ચેન્નઇમાં અત્યારે કાર્યરત છે હવે. અમદાવાદમાં પણ એ સ્થાપવાનું આયોજન આઇબીએમ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોડકટ એન્જિનિયરિંગ અને સોફટવેર મેન્યુફેકચરિંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ ગુજરાતમાં લાવવાની નેમ આઇબીએમ-ઇન્ડિયાના એમડીએ દર્શાવી હતી. વર્લ્ડ કલાસ ટ્રેઇન્ડ મેનપાવર અને સ્કિલ ડેવલપમેન્ટ તથા રોજગાર અવસરમાં વધારો એમ બેવડો લાભ આના પરિણામે ગુજરાતને મળતો થશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.