ટ્રેન શરૂ:અમદાવાદથી ઉદયપુર જવા 10ને બદલે 5 કલાક લાગશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નવી બ્રોડગેજ લાઈન 1 નવેમ્બરથી શરૂ કરાશે
  • મોદી સોમવારે અસારવા-ઉદયપુર ટ્રેન શરૂ કરાવશે

અમદાવાદને વાયા હિમ્મતનગર- ઉદયપુરને જોડતી ટ્રેનને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ 1 નવેમ્બરથી લોકો માટે રેગ્યુલર ટ્રેન શરૂ થતા આખરે 6 વર્ષ સુધી રાહ જોયા બાદ લોકોને સીધી ટ્રેન કનેક્ટિવીટી મળી રહેશે. 6 વર્ષ પહેલા અમદાવાદ હિમ્મતનગર ઉદયપુર રૂટ પર મીટર ગેજ ટ્રેન દોડતી હતી. ગેજ કન્વર્ઝનના ભાગરૂપે આ ટ્રેન બંધ થયા બાદથી આ વિસ્તારના લોકો માટે રોડ માર્ગ જ વિકલ્પ હતો. પરંતુ હવે અમદાવાદથી ઉદયપુર સુધી 299 કિલોમીટર રૂટ પર 1650 કરોડના ખર્ચે ગેજ કન્વર્ઝનનુ કામ પૂરું થયું છે.

મીટરગેજ રૂટ પર અમદાવાદથી ઉદયપુર પહોંચવામાં લોકોને 10 કલાક લાગતા હતા પરંતુ હવે બ્રોડગેજ રૂટ શરૂ થતા લોકો ફક્ત 5 કલાકમાં અમદાવાદથી ઉદયપુર પહોંચી જશે.અમદાવાદ સહિત રાજ્યમાંથી દર વર્ષે 3.5 લાખથી વધુ પર્યટકો ઉદયપુર જાય છે.

અન્ય સમાચારો પણ છે...