360 ડિગ્રીથી નજર:ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વાર્ષિક માહિતી પત્રકમાંથી કરદાતાની બધી વિગત મેળવશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી સિસ્ટમ નવેમ્બરથી અમલમાં મૂકવામાં આવી છે

હાલમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોર્ટલ ઉપર કરદાતાઓ માટે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કરદાતાઓના તમામ વ્યવહારોની એન્ટ્રીઓ જોઇ શકાશે. આમ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓ ઉપર 360 ડિગ્રીથી નજર રાખશે.

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે ઇન્કમટેકસ પોર્ટલ ઉપર કરદાતાઓ માટે એન્યુઅલ ઈન્ફર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે કરદાતા દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા તમામ 360 ડિગ્રી વ્યવહારો ઉપરનું પત્રક એટલે કે વર્ષ દરમિયાન કરદાતા દ્વારા કરવામાં આવેલા તમામ વ્યવહારો જેવા કે ક્રેડિટ કાર્ડ, મોંઘી વસ્તુઓ, રૂ. 5 લાખથી વધારાની એફડી, ઇન્સ્યોરન્સમાં રોકાણ, વધેલી એજ્યુકેશન ફી, ફોરેન મોકલેલા પૈસા, બેન્કોમાં અને પોસ્ટ ઓફિસમાંથી થયેલી વ્યાજની આવક, દસ્તાવેજની નોંધણી, બેન્કમાં કરેલા વ્યવહારો, જીએસટીના ખરીદ વેચાણો, હોસ્પિટલમાં કરેલા ખર્ચ, સોના-ચાંદીની ખરીદી, લગ્ન કે અન્ય પ્રસંગમાં કરેલ ખર્ચ, કાર, કમ્પ્યુટર, ટીવી, મોબાઇલ જેવી મોંઘી વસ્તુઓની ખરીદી આ સ્ટેટમેન્ટમાં ઓનલાઇન દેખાશે. ભવિષ્યમાં ઇન્કમટેકસ રિટર્નમાં કોઇ ક્ષતિ ન રહી જાય જેથી ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસનો સામનો નહીં કરવો પડે. વધારામાં આ સ્ટેટમેન્ટના કારણે કરદાતાને પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી કેટલું વ્યાજ આવ્યું છે તેની પણ માહિતી મળશે.

અન્ય સમાચારો પણ છે...