તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:અમદાવાદ અને રાજકોટમાં દેહ દઝાડતી ગરમી પડશે, સુરતમાં કોરોના વકરતાં વલસાડથી કચરાની ગાડીમાં વેન્ટિલેટર્સનો ખડકલો કરી મગાવવા પડ્યાં

16 દિવસ પહેલા

નમસ્કાર!
ભાજપનો 41મો સ્થાપના દિવસ, કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પો યોજાશે. અમદાવાદમાં નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સહિત હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ49,159.32-870.51
ડોલરરૂ.73.30-0.02

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

46,900-100

માર્કેટ હાઈલાઈટ્સ

આ 4 ઘટના પર રહેશે નજર
1) અમદાવાદ અને રાજકોટમાં દેહ દઝાડતી ગરમી પડશે, લોકોને કામ સિવાય ઘર બહાર ન નીકળવા અપીલ.
2) ભાજપનો 41મો સ્થાપના દિવસ, કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પો યોજાશે.
3) અમદાવાદમાં નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સહિત હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે.
4) રાજકોટમાં વધતા કેસને પગલે આજથી ટેસ્ટિંગ બૂથ વધારવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

લાખો રૂપિયાનાં વેન્ટિલેટર્સને કચરો લઈ જવાના વાહનમાં લઈ જવામાં આવ્યાં.
લાખો રૂપિયાનાં વેન્ટિલેટર્સને કચરો લઈ જવાના વાહનમાં લઈ જવામાં આવ્યાં.

1) સુરતમાં કોરોના એવો તે વકર્યો કે વલસાડથી કચરાની ગાડીમાં વેન્ટિલેટર્સનો ખડકલો કરી મગાવવા પડ્યાં
સુરત જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરુરિયાત વધી છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સવાલો ઉઠ્યા છે. મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામા આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસ 3 હજારને પાર, અત્યારસુધી 3 લાખ લોકોએ કોરોનાને માત આપી, 15નાં મોત
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસો રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3160 નવા કેસ નોંધાયા છે અને 2018 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 15 દર્દીના મોત થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) હવેનો કોરોના સમય આપતો નથી, ઇન્ફેક્શન ફાસ્ટ, ફેફસાંમાં ન્યૂમોનિયા, ડેન્ગ્યુ જેવાં લક્ષણો, આંખમાં ખંજવાળ, હાર્ટ-અટેક-પેરાલિસિસની શક્યતા
રાજકોટમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસ સાથે સતત મૃત્યુઆંક વધતો જાય છે. બીજી તરફ, રેમડેસિવિર ઇન્જેક્શનની માગ સતત વધી રહી છે. સિનર્જી હોસ્પિટલના સિનિયર ડોક્ટર જયેશ ડોબરિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે હવેનો કોરોના સમય આપતો નથી, ઇન્ફેક્શન પ્રમાણ ફાસ્ટ થઇ ગયું છે. અનેક કેસમાં ફેફસાંની બંને સાઇડ ન્યૂમોનિયાનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ પ્લેટલેટ ઘટી જવાનું સામે આવી રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) સિવિલના ડેડબોડી સ્ટોરેજ બહાર લોકોનો જમાવડો, સ્વજનો બોલ્યાં: 'ભગવાન અહીં કોઈને ના લાવે, અહીં જે આવે એનો કેસ પૂરો જ સમજો'
રાજ્યમાં કોરોનાના નવા કેસમાં જ નહીં, પરંતુ વાસ્તવિક રીતે મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે દિવ્યભાસ્કરની ટીમે અમદાવાદ સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલનું 12 કલાકનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. સતત 12 કલાકના આ સમયગાળામાં આ ડેડબોડી સ્ટોરેજ ખાતે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. અને એ જ સાબિત કરી આપે છે કે લોકોએ પોતાનાં કેટલાં સ્વજનોને છેલ્લા 24 કલાકમાં ગુમાવ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

5) સુરત પાલિકા દાવો કરે છે કે સુરતમાં કોરોનાથી 8 મોત, તો પછી 24 કલાકમાં સ્મશાનોમાં કેમ 60થી વધુ મૃતદેહોના 'કોરોના પ્રોટોકોલ'થી અંતિમસંસ્કાર
કોરોનાથી સુરત શહેરમાં સ્થિતિ અતિગંભીર બની છે. 24 કલાકમાં 60 કરતાં વધુનાં મોત થયાં છે, જેમના કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. આ જોતાં એવું લાગે છે કે તંત્ર કોરોનાથી મોતના આંકડા છુપાવી રહ્યું છે. 4 એપ્રિલે મનપાએ 8 લોકોનાં કોરોનાથી મોત થયાનું દર્શાવ્યું છે. એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ખાનગી અને સરકારી હોસ્પિટલોની 100થી વધુ મૃતદેહો સ્મશાન પહોંચાડવામાં આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો