તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર! ડિગ્રી ઈજનેરીમાં બે રાઉન્ડ બાદ પણ 33 હજારથી વધુ બેઠક ખાલી રહી છે. ત્રીજો રાઉન્ડ માત્ર સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની 2963 ખાલી બેઠક માટે આજથી શરૂ થશે. જ્યારે સુરતમાં ખરીદી નીકળતાં લૂમ્સ લાભપાંચમ પહેલાં જ શરૂ, જોળવા, પીપોદરા અને કતારગામ GIDCમાં મોટા ભાગનાં કારખાનાં ધમધમશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
આ 5 ઘટના પર રહેશે નજર
1) હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આજથી 22 ડિસેમ્બર સુધી હાડ થિજાવતી ઠંડી પડશે
2) ડિગ્રી ઈજનેરીમાં બે રાઉન્ડ બાદ પણ 33 હજારથી વધુ બેઠક ખાલી, ત્રીજો રાઉન્ડ માત્ર સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની 2963 ખાલી બેઠક માટે આજથી શરૂ
3) સુરતમાં ખરીદી નીકળતાં લૂમ્સ લાભપાંચમ પહેલાં જ શરૂ, જોળવા, પીપોદરા અને કતારગામ GIDCમાં મોટા ભાગનાં કારખાનાં ધમધમશે
4) દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્રનાં ફરવાલાયક અને ધાર્મિક સ્થળો પર સતત ત્રીજા દિવસે પણ લોકોનો ધસારો રહેશે
5) કોરોના મહામારીને પગલે વડોદરામાં આજથી 20 નવેમ્બર દરમિયાન થતી સામૂહિક છઠપૂજાનું આયોજન મોકૂફ
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) નવા વર્ષના દિવસે સિવિલમાં જ 140 દર્દી દાખલ, હાલ સિવિલમાં 625માંથી 475 દર્દી ઓક્સિજન પર
દિવાળી તહેવારો બાદ હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ 50 ટકાથી વધી ગયા છે, એમાં પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા વર્ષના દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ સિવિલમાં સારવાર લઈ રહેલા 625 દર્દીમાંથી 475 ઓક્સિજન પર છે.
વાંચો સમાચાર વિગતવાર
2) ગુજરાતમાં દિવાળી દરમિયાન શ્વાસમાં તકલીફ થવાના કેસમાં 55 ટકા અને દાઝી જવાના કેસમાં 400 ટકાનો વધારો
દિવાળીના તહેવારમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. એની સાથે ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવાની તકલીફના કિસ્સા પણ વધ્યા છે. શ્વાસ લેવાની તકલીફના સામાન્ય દિવસમાં 335 જેટલા કોલ 108 એમ્બ્યુલન્સને મળતા હોય છે, જ્યારે રાજ્યમાં એક જ દિવસમાં 55.51 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં આ પ્રકારના કેસોના 123 કોલ 108 એમ્બ્યુલન્સને મળતા હોય છે, જ્યારે 108ને દિવાળીના તહેવારમાં 192 કોલ મળ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર
3) ભાઇબીજના દિવસે બહેનને મળવા નીકળેલા ભાઈનું વડોદરા પાસે કારની ટક્કરે કેનાલમાં પડી જતાં મોત
પાદરા તાલુકાના મુજપુર-દરિયાપુર ગામનો પરિવાર ભાઈબીજ કરવા માટે દુમાડ ગામ જઇ રહ્યો હતો, ત્યારે ભીમપુરા કેનાલ પાસે ઇકો કારે અડફેટે લેતાં યુવાન કેનાલમાં ખાબક્યો હતો. આમ, ભાઇબીજના દિવસે જ બહેને ભાઇને ગુમાવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
4) ગિરનાર ટેમ્પલ રોપવેમાં 4 કલાકનું વેઇટિંગ છતાં પ્રવાસીઓની લાંબી લાઇન લાગી
દિવાળીના વેકેશનને લઈને સૌરાષ્ટ્રવાસીઓએ લાંબા પ્રવાસને બદલે જૂનાગઢ અને સાસણગીર તરફ ટૂંકા પ્રવાસનું આયોજન કર્યું છે, જેને પગલે ભાઈબીજે ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા લોકોનો સતત બીજા દિવસે પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. ગિરનાર ટેમ્પલ રોપવેમાં 4 કલાકનું વેઈટિંગ હોવા છતાં લોકોની લાંબી લાઈન લાગી હતી.
વાંચો સમાચાર વિગતવાર
5) સોમવારથી ખૂલશે કેમ્પ હનુમાન મંદિર, એકસાથે 200 ભક્તો દર્શન કરી શકશે, સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
કોરોના મહામારીને લઈ લોકડાઉનમાં અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરમાં બંધ થયા બાદ હવે ભક્તોને દર્શન માટે પ્રવેશને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો હતો. જોકે હવે આગામી સોમવારથી હનુમાન મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળશે. સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ભક્તો દાદાનાં દર્શન કરી શકશે.
વાંચો સમાચાર વિગતવાર
બજારની હલચલ
BSEનું માર્કેટ કેપ 170 લાખ કરોડ રૂપિયા રહ્યું. લગભગ 52% કંપનીઓના શેર્સમાં વધારો જોવા મળ્યો.
3,002 કંપનીના શેર્સમાં ટ્રેડિંગ થયું, જેમાં 1,567ના શેર્સના ભાવ વધ્યા અને 1,252ના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો.
અને દેશમાં આજે...
- મેડિકલમાં એડમિશન માટે નીટ કાઉન્સેલિંગનો સેકન્ડ ફેઝ શરૂ થશે.
- સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ્ઠની આજે સ્નાન-ભોજનની સાથે શરૂઆત થશે.
- દિલ્હી યુનિવર્સિટીમાં પીજી કોર્સમાં એડમિશન પ્રોસેસનો આજથી પ્રારંભ થશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.