તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • It Will Be Freezing Cold Across The State Today, 3 Members Of The Same Family From Morbi Were Killed In A Truck And Car Accident Near Rapper Gagodar.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:આજે રાજ્યભરમાં ગાત્રો થિજાવતી ઠંડી પડશે, રાપરના ગાગોદર પાસે ટ્રક અને કારના અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના 3 સભ્યનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!

ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનને કારણે ગુજરાતમાં ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજકોટમાં પાંચ સ્થળે કોરોના વેક્સિન ડ્રાય રન કરવામાં આવશે. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં મુસ્કાન અભિયાન અંતર્ગત આજે રક્ત કેમ્પ યોજાશે.

ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સેન્સેક્સ47,353+380
ડોલર73.50-0.04
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામરૂ.51,700-100

આ 4 ઘટના પર નજર રહેશે
1) રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે, નલિયા સહિત રાજ્યભરમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે
2) કોરોના વેક્સિન ડ્રાય રન માટે દેશમાં ચાર રાજ્યમાં ગુજરાતની પસંદગી, રાજકોટની પસંદગી થતાં આજે પાંચ જગ્યાએ કોરોના વેક્સિનનો ડ્રાય રન કરવામાં આવશે
3) સાબરમતી પોલીસ સ્ટેશનમાં મુસ્કાન અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાશે, પોલીસકર્મીઓ સહિત નાગરિકો રક્તદાન કરશે
4) અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને આજે રાજકોટમાં રાષ્ટ્રીય શાળાના મુખ્ય હોલમાં પ્રેસ- કોન્ફરન્સ યોજાશે

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1) વલસાડના ધરમપુરમાં કોરોના વચ્ચે ભાજપનેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચ્યા

સરકાર કોરોના ગાઈડલાઈન્સના અમલ માટે એક તરફ આકરાં પગલાં લે છે ત્યારે બીજી તરફ, ભાજપના જ નેતાઓ દ્વારા જાણે કે આ પ્રકારની ગાઈડલાઇન્સ તેમના માટે ન હોય એવું વર્તન કરે છે. સોશિયલ મીડિયામાં વલસાડ જિલ્લાના ધરમપુરના ભાજપના નેતા કેતન વાઢુનો વિડિયો ફરતો થયો છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા દેખાય છે. ભાજપનેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચતા દેખાય છે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાપરના ગાગોદર પાસે ટ્રક અને કારનો અકસ્માત, મોરબીના એક જ પરિવારના 3 સભ્યે જીવ ગુમાવ્યો
કચ્છમાં વહેલી સવારે રાપર તાલુકાના ગાગોદર-ધાણીથર પાસે નેશનલ હાઇવે રોડ પર ઊભી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર મોરબીના કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટા ભાઈ સહિત ત્રણ સભ્યનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં બે ભાઈ અને ભાભીનાં મોત થતાં મહેશ્વરી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાત સરકારે વેક્સિનની તમામ તૈયારીઓ કરી દીધી, રસીનું સ્ટોરેજ કરવા યુનિસેફ ફ્રિજ અને કૂલર આપશે
લોકોને કોરોનાથી બચાવવા વેક્સિન આપવામાં આવશે. કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કર્યા બાદ રજિસ્ટ્રેશન અને ત્યાર બાદ નક્કી કરેલાં સેન્ટર પર વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ થશે. વેક્સિન સ્ટોરેજ અને અન્ય બાબતને પણ ઝીણવટભરી રીતે તૈયારી કરીને વેક્સિન ટ્રાવેલ,સ્ટોરેજ અને આપવાની પ્રક્રિયા માટેની SOP તૈયાર કરાઈ છે, ત્યારે રસીનું સ્ટોરેજ કરવા માટે યુનિસેફ ફ્રિજ અને કૂલર આપવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

4) સુરતમાં ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિકોને મુક્તિ આપવા ક્લેક્ટરને આવેદનપત્ર, ફાસ્ટેગ ફરજિયાત થતાં આંદોલનની ચીમકી
સુરત નજીકના ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિકોએ ટોલ મુક્તિ માટે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત કરાતાં સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ દંડ વસૂલવામાં આવી શકે છે. જેથી સુરત GJ 05 અને બારડોલી GJ 19ના વાહનો માટે ટોલમુક્તિની માગ કરાઈ છે. ટોલ મુક્તિ નહી આપવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજુલા નજીક ટેન્કરચાલકે કાબૂ ગુમાવતાં સીંગતેલ ભરેલું ટેન્કર પલટી ગયું, લોકોએ તેલની લૂંટ ચલાવી
અમરેલી જિલ્લાના રાજુલા સાવરકુંડલા માર્ગ પર રાજુલાના ધુડિયા આગરિયા નજીક આજે ટેન્કરચાલકે કાબૂ ગુમાવતાં સીંગતેલ ભરેલું ટેન્કર રોડ પર પલટી ગયું હતું, જેથી ટેન્કરમાંથી તેલ વહેવા લાગતાં આસપાસના લોકો ડોલ-ડબલા લઈને તેલ લેવા માટે દોડ્યા હતા અને તેલની લૂંટ ચલાવી હતી. લોકો ડોલ, કેરબા સહિતનાં વાસણો લઈને તેલ ભરતા જોવા મળ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

6) દેવભૂમિદ્વારકાના બ્લુ બીચ શિવરાજ ખાતે કલેક્ટરે પ્રથમ વખત બ્લુ ફ્લેગ લહેરાવ્યો
દ્વારકાના શિવરાજપુર દરિયાને બ્લુ બીચ જાહેર કરાતા આજે દ્વારકા કલેકટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા બ્લુ ફ્લેગ પ્રથમ વખત લહેરાવવામાં આવ્યો હતો. આ બીચને માન્યતા આપવા શિવરાજપુર બ્લુ ફલેગ બીચની વિશિષ્ટતા પારખવામાં આવી હતી. અહીં દરિયાનું સ્વચ્છ પાણી, અતિ સ્વચ્છ કિનારો, વિવિધતાસભર દરિયાઈ જીવસૃષ્ટિ, સૂર્યોદય અને સૂર્યાસ્તનાં મનોરમ્ય દ્રશ્યો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
વાંચો સમાચાર વિગતવાર

આજે દેશમાં
- શિવસેના નેતા સંજય રાઉતના પત્ની વર્ષાને ED મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ કરશે. EDએ PMC બેંક કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં તેમને સમન્સ મોકલ્યું છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર (EDFC)ના ન્યૂ ભાઉપુર-ન્યૂ ખુર્જા સેક્શનનો વિડિયો-કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કરશે.
- અયોધ્યામાં શ્રીરામ મંદિરને લઈને દિલ્હીમાં મહત્ત્વની બેઠક મળશે. જેમાં પાયામાં કોન્ક્રીટની પાઈલિંગ કે પથ્થરના ઉપયોગ પર નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો