અંતે ટ્રેનો રાબેતા મુજબ ચાલુ:રેગ્યુલર નંબર અને ભાડાં સાથે દોડાવવાનું શરૂ થયું, અમદાવાદથી પસાર થતી ચાર ટ્રેનોનો પણ સમાવેશ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અન્ય 100 ટ્રેન તબક્કાવાર રેગ્યુલર નંબરથી દોડતી થશે

રેલવે બોર્ડ દ્વારા તાજેતરમાં તમામ સ્પેશિયલ મેલ એક્સપ્રેસ તેમજ હોલીડે સ્પેશિયલ ટ્રેનોને રેગ્યુલર નંબર અને ભાડા સાથે દોડાવવાની જાહેરાત કરી હતી. જેના પગલે 15 નવેમ્બરથી ટ્રેનોને તબક્કાવાર રેગ્યુલર નંબર સાથે દોડાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

સોમવારે પહેલા દિવસે અમદાવાદની ચાર ટ્રેનો અમદાવાદ - દરભંગા સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ - વારાણસી સાબરમતી એક્સપ્રેસ, ગાંધીધામ - કામાખ્યા એક્પપ્રેસ અને અમદાવાદ - બરૌની એક્સપ્રેસનું સંચાલન રેગ્યુલર નંબર સાથે શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીની 100થી વધુ ટ્રેનોનું સંચાલન પણ તબક્કાવાર રેગ્યુલર નંબર સાથે શરૂ કરવામાં આવશે. આ ટ્રેનોમાં સિનિયર સિટીઝન સહિત અન્ય ક્વોટામાં પેસેન્જરોને મળતો કન્સેશનનો લાભ હજુ પણ નહીં મળે. આ કન્સેશન ક્યારથી આપવું તે અંગે રેલવે બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે તેમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

કોરોના મહામારી બાદ રેલવે દ્વારા વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં તબક્કાવાર વધારો કરતા રેલવે દ્વારા અમદાવાદ સહિત દેશભરમાં વિશેષ કોડ સાથે સ્પેશિયલ મેલ એક્સપ્રેસ તેમજ હોલીડે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરાતું હતું.

અન્ય સમાચારો પણ છે...