અમદાવાદ:શહેરના સેટેલાઈટ, પાલડી, રાણીપ સહિત અનેક વિસ્તારમાં વરસાદ શરૂ, રોડ પર પાણી ભરાતા વાહનચાલક મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ રાતથી વરસાદ વર્સી રહ્યો છે

અમદાવાદ.શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે. સાંજે ફરીવાર વરસાદ શરૂ થયો છે. શહેરના સેટેલાઈટ, ઘાટલોડિયા, નારણપુરા, ચાંદલોડિયા, એસ.જી. હાઇવે પાલડી, રાણીપ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.સતત પડી રહેલા વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 

આ પહેલા આજે વહેલી સવારે એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, નવરંગપુરા, જમાલપુર, પાલડી, જીવરાજ પાર્ક, વેજલપુર, બાપુનગર, નરોડા, નિકોલ, સેટેલાઈટ, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. 

છેલ્લાં અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. પરંતુ, આનંદની વાત એ છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થશે, જેમાં આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 

અપર એર સરક્યુલેશન લો-પ્રેશરમાં બદલાશે
હાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદ થતાં 5થી 15 ઇંચ જેટલું પાણી વરસવાની સાથે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે. 

અન્ય સમાચારો પણ છે...