ઇન્કમટેક્સની નવી વેબસાઇટ લોન્ચ થયા બાદ ન ચાલતા કરદાતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના એક નાગરિકે આરટીઆઇ દ્વારા આ વેબસાઇટની માહિતી મેળવી તો વેબસાઇટ પાછળ રૂ. 4242 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વેબસાઇટનું કામ ઇન્ફોસિસ કંપનીને બે વર્ષ અગાઉ આપી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી વેબસાઇટ લોન્ચ થયાના પહેલા દિવસે ઠપ થઇ ગઇ હતી.
આરટીઆઇના જવાબમાં ઇન્કમટેકસના નવા પોર્ટલમાં સરકારે કરેલા કરાર અને ઇન્ફોસિસ દ્વારા કરદાતાઓને પૂરી પાડવાની વિગતો બહાર આવી છે.,જે મુજબ ઇન્ફોસિસને આ કોન્ટ્રાક્ટ જાન્યુઆરી 2019માં આપી દેવામાં આવ્યો હતો, જેનું 8.5 વર્ષના જીએસટી સાથેનો ભાવ રૂ. 4242 કરોડ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ આ પોર્ટલઅમલમાં આવતા જ કરદાતાઓને ઘણી બધી ફરિયાદો અને પોર્ટલમાં ઘણી બધી ભૂલ ધ્યાનમાં આવતા નાણાં મંત્રીએ ઇન્ફોસિસના અધિકારીઓને બોલાવી આને લગતું ઘટતું કરવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.