દરોડાની કાર્યવાહી:અમદાવાદ શહેરમાં ગુરુવારે વધુ 6 જગ્યાએ ITના દરોડા, મોટી સંખ્યામાં વ્યવહારો મળ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજકીય પક્ષો ચેકથી આવેલી રકમથી ઝવેરી પાસે ખરીદીના બિલ લઈ ચેકથી પેમેન્ટ કરતા હતા
  • ​​​​​​​રાજકીય પાર્ટીઓ પરના દરોડામાં ITને ઝવેરીઓ અને હોસ્પિટલના નામ મળ્યાં

બોગસ ડોનેશન અને ટેક્સ કૌભાંડના સંદર્ભમાં ઈન્કમટેક્સ વિભાગે બુધવારે અમદાવાદ સહિત દેશભરમાં રાજકીય પક્ષો પર મોટાપાયે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં આયકર વિભાગે સિલ્વર ઓક યુનિવર્સિટી સહિત 90 જગ્યાએ દરોડા પાડ્યા હતા. ગુરુવારે ઈન્કમટેક્સ વિભાગે વધુ 6 જગ્યાએ દરોડા પાડ્યા છે.

દરોડા દરમિયાન આઈટીને મોટી સંખ્યામાં બાનાખત અને મોટી રકમના ચેક અને રોકડના વ્યવહારો મળી આવ્યા છે. જેમાં શહેરના ઝવેરીઓ અને હોસ્પિટલોના નામ બહાર આવ્યા છે. રાજકીય પક્ષો દ્વારા દાન લઇને વ્યવસ્થિત કૌભાંડ આચરાતું હતું. જેની પાછળના માસ્ટર માઇન્ડ તરીકે ટેકસ કન્સલ્ટન્ટ કામ કરતા હોવાની સૂત્રોએ માહિતી આપી છે.

પગારદાર કરદાતાઓ પાસેથી રાજકીય પક્ષો ચેકથી દાન લઈ 5 ટકા કાપી રોકડમાં પરત કરતા હતા. જ્યારે ચેકથી આવેલી રકમથી ઝવેરીઓ પાસેથી ખરીદીના બિલ લઇને તેમને ચેકથી પેમેન્ટ કરતા હતા. આમ ચેકના ટ્રાન્ઝેકશનથી જવેલરીના ખાતામાં રોકડ આવી જાય અને બ્લેકમની રોકડમાં રાજકીય પક્ષોને 10 ટકા સાથે પરત કરાતી હતી.

આ સમગ્ર કૌભાંડમાં પગારદાર કરદાતાઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, રાજકીય પક્ષો, ઝવેરીઓ તેમજ હોસ્પિટલ સંચાલકો હોવાનું બહાર આવ્યું છે. આમ દરોડાના બીજા દિવસે શહેરમાં 96 જગ્યાએ આયકર વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 125 જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર દેશમાં સૌથી વધારે દરોડાની કાર્યવાહી માત્ર ગુજરાતમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...