અમદાવાદમાં ઈન્કમટેક્સના દરોડા:એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સમાં તવાઈ; શહેરમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળે તપાસ, 150 અધિકારીઓ તપાસમાં જોડાયા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • એસ્ટ્રલ પાઇપ્સના ચેરમેન અને રત્નમણિના ચેરમેનને ત્યાં ઇન્કમટેક્સ ટીમની તપાસ
  • મોટાપાયે બેનામી દસ્તાવેજો પકડાયા, સર્વર પરનો ડેટા લેવામાં 3 દિવસ લાગશે
  • અમદાવાદમાં 25 સહિત રાજ્યમાં 40 સ્થળે તપાસ, ITના 200 અધિકારી જોડાયા

ઇન્કમટેક્સે મંગળવારે વહેલી સવારે પાઇપ બનાવતી એસ્ટ્રલ અને રત્નમણી પાઈપ પર દરોડા પાડ્યા હતા. એસ્ટ્રલ પાઈપ્સના ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણીના ચેરમેન પ્રકાશ સંઘવીની ઓફિસ, રહેઠાણ અને ફેકટરીઓ સહિત 40 સ્થળે પડાયેલી રેડમાં પ્રથમ દિવસે 1 કરોડ રોકડા અને 12 લોકર પકડાયા હતા. અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને ઉતરાખંડમાં પણ દરોડા પડાયા હતા. દરોડામાં ઈન્કમટેક્સના 200થી વધુ અધિકારી જોડાયા હતા અને 200 એસઆરપી જવાનનો પહેરો ગોઠવાયો હતો.

ઇન્કમટેકસ વિભાગને મળેલી માહિતી મુજબ શહેરની પાઇપ બનાવતી બે કંપનીઓએ મોટા પાટે બિનહિસાબી વ્યવહારો કર્યા હતા. મંગળવારે વહેલી સવારે સિંધુ ભવન રોડ પર આવેલી એસ્ટ્રલ પાઇપ્સ અને નારાણપુરા ખાતે આવેલી રત્નમણી મેટલ્સની ઓફિસ, ફેકટરી અને રહેઠાણો મળીને 40 જેટલા સ્થળે સાગમટે દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં 25 તેમજ રાજ્યમાં 15 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

આ ઉપરાંત અમદાવાદ સહિત દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ઉત્તરાખંડમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહીમાં 200 કરતા વધારે અધિકારીઓ જોડાયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કંપની મોટી હોવાથી તેમના સર્વર પરથી ડેટા લેવામાં ત્રણથી ચાર દિવસ લાગી શકે છે. એસ્ટ્રલ કંપની પીવીસી પાઇપ બનાવે છે જ્યારે રત્નમણી મેટલ્સ કંપની એમએસની પાઇપ બનાવે છે. તેમની પાસે મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો અને રોકડ હોવાની માહિતી હતી.

દરોડાના પહેલા દિવસે કંપની પાસેથી રૂ. 1 કરોડની રોકડ, 12 લોકર અને મોટા પ્રમાણમાં બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાત કંપનીના સર્વર ઉપરથી ડેટાનું બેકઅપ લેવામાં આઇટીના અધિકારીઓને બેથી ત્રણ દિવસનો સમય લાગશે. અધિકારીઓને પહેલા દિવસે કરોડો રૂપિયાના રોકાણ અને બેનામી દસ્તાવેજો મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્કમટેક્સના દરોડાની કાર્યવાહી હજુ કેટલાક દિવસ ચાલુ રહેશે.

બંને કંપનીએ વિદેશમાં કરેલા વ્યવહારોની પણ તપાસ થશે
એસ્ટ્રલ પાઈપ્સનાં ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવી દ્વારા મોટા પ્રમાણમાં રોકડમાં વ્યવહારો તેમજ રોકાણો કર્યા હોવાનું આઇટીના ધ્યાનમાં આવ્યું હતું. કંપની દ્વારા રોકડમાં મિલકતોની ખરીદી તેમજ રોકાણો કરવામાં આવ્યા હોવાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપની દ્વારા કરવામાં આવેલા વિદેશી વ્યવહારો તેમજ રોકાણોની તપાસ કરશે.

ગુટખા ડીલરના પણ 100 કરોડના વ્યવહારો પકડાયા
ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે 16 નવેમ્બરે શહેરના બિલ્ડર લોબી તથા જાણીતી ગુટખાના ડીલર મુસ્તફામિયા શેખના 14 જેટલા સ્થળોએ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ગુટખાના વેપારીના 10 રહેઠાણો અને 4 ઓફિસો પર ઇન્કમટેક્સના 160 અધિકારીઓએ સાગમટે દરોડા પાડતા મુસ્તફા શેખને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇન્કમટેક્સ અધિકારીઓને રૂ. 100 કરોડના બિનહિસાબી વ્યવહારો દરોડા દરમિયાન મળી આવ્યા હતા. આ ઉપરાંત રૂ. 7.50 કરોડ રોકડા, રૂ. 6.50 કરોડની જ્વેલરી અને 20થી વધારે લોકર મળી આવ્યા હતા.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હીમાં પણ દરોડા
​​​​​​​ઈન્કમટેક્સ વિભાગે બાતમીને આધારે બંને કંપનીની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડની ઓફિસો પર પણ દરોડાની કાર્યવાહી એકસાથે જ શરૂ કરી હતી. અહીંથી પકડાયેલી રોકડ કે દસ્તાવેજો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. અહીં પણ દરોડા હજુ ચાલુ રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...