ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી:10 લાખથી વધુ બેન્કમાં રોકડા જમા કરાવનારા ITના રડારમાં, નોટિસ આપીને આવકના સોર્સ અંગે ખુલાસો માગવામાં આવશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાંચ પ્રકારે થતાં રોકડ વ્યવહારોમાં ઈન્કમટેક્સ તપાસ કરશે

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાઓ દ્વારા કરાતા રોકડ વ્યવહારો પર હવે બાજનજર રાખશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં હવે બીજા પાંચ રોકડ વ્યવહારોનો સમાવેશ કરાયો છે. કરચોરી પકડવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જુદા જુદા માપદંડ પ્રમાણે તપાસ કરે છે. છેલ્લાં કેટલાક સમયથી એવા રોકડ વ્યવહારો ઇન્કમટેક્સના ધ્યાને આવતા તેને તપાસમાં સામેલ કરાયા છે. મોટા ભાગે બે નંબરના નાણાં આ વ્યવહારો થકી કરાતા હોવાનું તપાસમાં બહાર આ‌વ્યું હતું. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડાની કાર્યવાહીમાં જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં પણ આ વ્યવહાર બહાર આવ્યા હતા. જેના કારણે સમગ્ર દેશમાં આ વ્યવહારોની તપાસ માટે ઇન્કમટેક્સને જાણ કરાઇ છે.

ઇન્કમટેક્સ ડિપાટમેન્ટ હવે આવા વ્યવહારોને તપાસમાં લઇને કરચોરી કરતા લોકોને ઝડપી લેવા માટે તૈયારી શરૂ કરી છે. આવા વ્યવહારો માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ માહિતી મેળવી આ આવકનો સોર્સ અને તેને લગતી વિગતો ડિપાર્ટમેન્ટ માગી શકે છે. આમ કોઇ પણ વ્યક્તિએ હવે રોકડ વ્યવહારો કરતા પહેલાં આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે.

કેવા વ્યવહારોની તપાસ થશે

  • કોઇ પણ વ્યક્તિ રોકડમાં રૂ. 10 લાખથી વધારે બેન્કમાં કેશ ડિપોઝિટ કરે.
  • રૂ. 30 લાખથી વધારે પ્રોપર્ટીની ખરીદ વેચાણ કરે.
  • બચત ખાતામાં 1 લાખ, કરન્ટ એકાઉન્ટમાં 50 લાખથી વધુ જમા કરાવે.
  • મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ-શેર બજારમાં 10 લાખથી વધારે રોકડમાં ખરીદે.
  • ક્રેડિટ કાર્ડના બિલ પેટે રૂ.1 લાખથી વધુ ચૂકવે.
અન્ય સમાચારો પણ છે...