કાર્યવાહી:નોટબંધીમાં કરેલા વ્યવહાર મુદ્દે 80 ટકા જ્વેલર્સને ITની નોટિસ, અમદાવાદના વેપારીઓને રિએસેસમેન્ટની નોટિસ પાઠવી જવાબ માગ્યો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નોટબંધી સમયે કરેલા સોનાના વેચાણ મુદ્દે અમદાવાદના 70થી 80 ટકા જ્વેલર્સને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. નોટબંધી જાહેર થઈ એ પૂર્વે સોના-ચાંદીના વેપારીઓએ કરેલા વેચાણ અંડર બિલિંગમાં કરાયા હતા અને બે નંબરના વહીવટ થયાની આઈટી ડિપાર્ટમેન્ટની શંકાના આધારે નોટિસ પાઠવાઈ હોવાનું વેપારીઓનું કહેવું છે.

સોના-ચાંદીના વેપારીઓનું કહેવું છે, આયકર વિભાગને આ મુદ્દે અનેક વખત સાબિતી પણ આપી દીધી છે. છતાં રિએસેસમેન્ટના નામે નોટિસો આવી રહી છે. પરિણામે પરેશાની વધી ગઇ છે. ઝવેરીઓને 2016-17ના આકારણી વર્ષની અને 2015-16ના વર્ષના રિએસેસમેન્ટની નોટિસો પાઠવાઇ છે.

નોટબંધીમાં વેપારીઓને રિટેઇલમાં સોનાનો વેપાર મોટાપાયે થયો હતો. જોકે રિટેઇલ સ્તરે કોઇએ ઉંચા ભાવ પડાવીને બિલ નીચાં ભાવના બનાવીને કે બે નંબરના વેપાર કર્યા નથી તેમ છતાં આયકર વિભાગ પરેશાન કરી રહ્યો છે. આયકર વિભાગે 148ની કલમ પ્રમાણે નોટિસો પાઠવી છે. ગત વર્ષે પણ આ જ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...