તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે, ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા નક્કી, ધોરણ-10ના 50 માર્ક્સ ગણાશે

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર!

અમદાવાદમાં ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલર માટે પસંદગીનો નંબર ફાળવવા માટે ઈ-ઓક્શન થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન BU અને ફાયર NOCને લઈ બિલ્ડિંગોની તપાસ કરશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,323.33-178.65
ડોલરરૂ.74.08+0.75
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,400-700

આ 3 ઘટના પર રહેશે નજર
1) રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે.
2) અમદાવાદમાં ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલર માટે પસંદગીનો નંબર ફાળવવા માટે ઈ-ઓક્શન થશે.
3) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન BU અને ફાયર NOCને લઈ બિલ્ડિંગોની તપાસ કરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા નક્કી, ધોરણ-10ના 50 માર્ક્સ ગણાશે, જુલાઈના બીજા અઠવાડિયામાં રિઝલ્ટ આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્ક્સશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્ક્સશીટ મળી જશે.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરતમાં ભાજપને કારણે AAPનાં મહિલા કોર્પોરેટરના છૂટાછેડા, ધારાસભ્યએ ભાજપમાં ભળવા 3 કરોડની ઓફર કરી
સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કર્યા છે. મહિલા કોર્પોરેટરે કહ્યું હતું કે કામરેજના ધારાસભ્યએ તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરી હતી. આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવા દબાણ કરાઈ રહ્યું હતું. બાદમાં પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વચ્ચે ઋતા દુધાગરા અને તેમના પતિનો ઘરસંસાર પણ પડીભાંગ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3) ટ્રકચાલકનું એક ઝોકું તારાપુર અકસ્માતમાં નવનો ભોગ લઈ ગયું, ફરાર થયેલો ડ્રાઈવર ઝડપાયો
આણંદના તારાપુર વટામણ હાઇવે ઉપર બુધવારના રોજ થયેલા ગોઝારા અકસ્માતમાં ભાવનગરના 9 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. કેન્દ્ર કક્ષાએ ગાજેલા આ કિસ્સામાં પોલીસે ફરાર આરોપી ટ્રક-ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. આ અકસ્માતની ગંભીરતાને લઈ આરોપી પર ગફલતભરી રીતે ગાડી ચાલવી જીવલેણ અકસ્માત સર્જવાની ફરિયાદમાં પોલીસે ધરપકડ કરી માનવવધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડ્રાઈવરની પ્રાથમિક તપાસમાં તેને ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદની દૂન પ્રીમિયમ સ્કૂલની ઓફર, એક વિદ્યાર્થીનું એડમિશન લેશો તો બીજા વિદ્યાર્થીને ફ્રીમાં ભણાવાશે
કોરોનાની મહામારીએ લોકોની આર્થિક સ્થિતિ બગાડી દીધી છે, જેને કારણે હવે વાલીઓ પણ મોંઘીદાટ ફી હોય તેવી સ્કૂલોમાં બાળકોનું એડમિશન કરાવતાં પહેલાં વિચાર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની દૂન પ્રીમિયમ સ્કૂલ વાલીઓ માટે નવી સ્કીમ લાવી છે. આ સ્કીમ અંતર્ગત એક વિદ્યાર્થી સાથે એક વિદ્યાર્થીને વિનામૂલ્યે ભણાવવામાં આવશે. આમ, એક જ વિદ્યાર્થીની ફીમાં 2 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરા કબડ્ડી પ્લેયર આપઘાત કેસ, બંને આરોપીએ દારૂ પી ડાન્સ કર્યો, પછી દિશાંતે યુવતી પર દુષ્કર્મ આચર્યું
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ તેણે કરેલી આત્મહત્યાના બનાવમાં પોલીસે બુધવારે બંને આરોપીને સાથે રાખી યુવતીના ફ્લેટ પર પહોંચી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બંને આરોપીએ એ દિવસે શું બન્યું હતું એની સિલસિલાબંધ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી. બંને આરોપી રિકન્સ્ટ્રક્શનમાં પોપટની જેમ બોલવા માંડ્યા હતા. બંને આરોપીએ દારૂ પીને ડાન્સ કર્યો. પછી દિશાંતે દુષ્કર્મ આચર્યું હતું અને નઝીમે બહાર ખુરશીમાં બેસીને વોચ રાખી હતી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...