કાયદામંત્રીની અધ્યક્ષતામાં બેઠક:ગુજરાતમાં કન્વિક્શન રેટ વધારવો અત્યંત જરૂરી, તમામ સરકારી વકીલોની ઉપસ્થિતિમાં વિશેષ કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પુરાવાના અભાવે કોર્ટ કેસમાં નકારાત્મક ચુકાદા આવતાં હોવાનું તારણ
  • કાયદા પ્રધાનની અધ્યક્ષતામાં વિશેષ કોન્ફરન્સ યોજાશે
  • રાજ્યના તમામ સરકારી વકીલો હાજર રહેશે

રાજ્યમાં થતી કોર્ટ કાર્યવાહીમાં કન્વિક્શન રેટ અત્યંત ઓછા પ્રમાણમાં હોવાનું કાયદા વિભાગને ધ્યાને આવ્યું છે, ત્યારે પ્રતીતિ દર (કન્વિક્શન રેટ) વધારવા માટે એક વિશેષ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. 12 જૂનના રોજ રાજ્યના તમામ સરકારી વકીલોને હાજર રહેવાની સુચના આપવામાં આવી છે. તમામ સરકારી વકીલોની હાજરીમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં એક વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

કાયદા વિભાગના આધિકારીક સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના અનેક કેસ કોર્ટમાં ચાલતા હોય છે, ત્યારે સરકાર તરફી કોર્ટમાં નિર્ણય આવે તે બાબતને ધ્યાનમાં રાખીને ખાસ સરકારી વકીલની કોન્ફરન્સનું આયોજન કરાયું છે. સરકારી વકીલો પાસે પુરાવાના અભાવે કેસમાં નકારાત્મક નિર્ણય આવે છે અને આ નિર્ણય સરકાર વિરોધી હોય છે. ત્યારે સરકાર વિરોધી નિર્ણય ના આવે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારના સરકારી વકીલોને સમયસર તમામ પુરાવાઓ પ્રાપ્ત થાય તે માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...