સુઓમોટો સુનાવણી:દરેકને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે, એનું પાલન થવું જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • આજે હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી શરુ થઈ છે. જેમાં અરજદારે રજુઆત કરી છે કે હજી વેક્સિનેશન જ્યાં થવું જોઈએ ત્યાં થયુ નથી.

કોરોના મામલે થયેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. તેમાં સરકારે મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શનની વહેંચણી, વેક્સિનની ફાળવણી ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર અને દવાઓની સ્થિતિને લઇને શું પગલાં લીધાં? તે અંગે માહિતી રજૂ કરી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકોએ વેક્સિન લીધી હોવાનું જણાવ્યું છે. ત્યારે આજે હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી શરુ થઈ છે. જેમાં અરજદારે રજુઆત કરી છે કે હજી વેક્સિનેશન જ્યાં થવું જોઈએ ત્યાં થયુ નથી.

 • અરજદારઃ અગાઉ કોર્ટના આદેશ મુજબ વૃદ્ધાશ્રમ,નારીનિકેતન અને જુવેનાઇલ સેન્ટરમાં વેક્સિનેશન નથી થયું, કોર્ટે ટકોર કરી હતી ત્યાર બાદ પણ નથી થયું. મ્યુકોરમાઈકોસિસની સારવાર પણ પુરતી નથી મળતી.
 • હાઈકોર્ટઃ સરકારે સોગંધનામામાં તેનો ઉલ્લેખ કર્યો છે.
 • એડવોકેટ જનરલ: અમે એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે કે અમે તેઓને વેક્સિનેશન અને અન્ય સુવિધાઓ આપી છે.
 • હાઈકોર્ટઃ અમે આદેશ નહીં સૂચના આપી હતી, પરંતુ તેમણે વ્યવસ્થા કરવી જોઇએ.આ બાબતને ગંભીરતાથી લેવી પડશે.
 • એડવોકેટ જનરલ : તમારી પાસે કોઈ પુરાવા છે કે તમે કોઈ આવી સંસ્થામાં ગયા હોય તેની મુલાકાત લીધી હોય.?
 • આનંદ યાજ્ઞિક: હું અહીંયા માત્ર આક્ષેપ કરવા માટે નથી કહેતો નાના માણસને દરેક સુવિધાઓ મળે એજ મારો ધ્યેય છે.
 • હાઈકોર્ટ :દરેકને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાવાની સરકારની જવાબદારી છે. એનું પાલન થવું જોઈએ માત્ર આક્ષેપ બાજી ન થવી જોઈએ
 • પરસી કવિનાઃ વેક્સિનેશનની કોઈ પાકી પોલિસી નથી, ક્યારેક 8 સપ્તાહ ક્યારેક 12 સપ્તાહે વેક્સિન લેવાની, અરે કોઈ પાકી પોલિસી રાખોને તો તમામને સરળતા રહે આતો સમય મર્યાદા બદલાતી રહે છે. એ લોકો કહે છે કે અમે બધું સારું કરીએ છીએ પણ સરળ કરવાની જરૂર છે.
 • હાઈકોર્ટઃ વેક્સિન આગળથી ન આવતી હોય તો તેઓ કેવી રીતે પાકકો સમય આપે?
 • પરસી કવિનાઃ એ પહેલાની વાત છે આ લોકો હજી પણ કોઈ ચોક્કસ પોલિસી નથી બનાવતા.
 • આનંદ યાજ્ઞિકઃ દિવ્યાંગ બાળકો,પ્રેગનેટ મહિલાઓને હોસ્પિટલમાં સારવાર માટેની કોઈ અલગ વ્યવસ્થા નથી. તેમને એટેન્ડેન્ટ જોઈએ છે.આ લોકો સોસાયટીનો ભાગ છે.
 • હાઈકોર્ટ :અમે તમારી તમામ બાબતોને ગંભીરતાથી લઈએ છીએ એનો ઉકેલ ઝડપી નહી આવે. પરંતુ તેના માટે અમે ટકોર કરીશું. આવા દિવ્યાંગ બાળકો અને અન્ય લોકો સમાજનો ભાગ છે. તેમને પણ સુવિધાઓ મળવી જોઈએ.પરંતુ હાલ ત્રીજી વેવની ચિંતા કરવી જોઈએ.
 • અસીમ પંડ્યા અરજદાર: પારસીઓને તેમને ધાર્મિક વિધિથી કોવિડ બોડીનો અંતિમ સંસ્કાર કરવા દેવામાં આવે
 • હાઈકોર્ટે :આ બાબતે ICMRની ગાઈડલાઇન છે તેને ફોલો કરવી પડે.
 • અસીમ પંડ્યા: એવો કોઈ સાયન્ટિફિક ડેટા છે જ નહીં કે કોવિડ બોડીથી કોરોના ફેલાય?લોકોની ધાર્મીક બાબતને ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ.બોમ્બે હાઇકોર્ટે પણ પરવાનગી આપી છે.
 • હાઈકોર્ટે :અમે આ બાબતે વિચાર કરીશું.

સુઓમોટો મામલે સરકારનું સોગંદનામું
1 એપ્રિલથી 13 જૂન સુધીમાં કેન્દ્ર સરકારે રાજ્યને કુલ 54,411 મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શન આપ્યાં હતાં, જે પૈકી 37,494 ઇન્જેક્શનની વહેંચણી કરી છે, જ્યારે સરકાર પાસે 16,917 ઇન્જેક્શનનો સ્ટોક હોવાની રજૂઆત કરી છે. હાઇકોર્ટે અગાઉ નક્કી કરેલા તમામ પ્રશ્નોના જવાબ આપતા સરકારે દલીલ કરી કે, મેડિકલ ઓફિસર્સ, સ્પેશ્યાલિસ્ટ ફેકલ્ટી માટે 11 માસના કરારથી નિમણૂક કરાઇ છે. મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શન લિપ્સોનલ એમ્ફોટેરિશિનનું વિતરણ હજુ કેન્દ્ર સરકાર હસ્તક છે, પરંતુ હાલ કેસ વધુ નહીં હોવાથી કોઇ અભાવ નથી.

આદિવાસી વિસ્તારમાં 1 આરોગ્ય કેન્દ્ર છે: સરકાર
આદિવાસીઓને કોરોના માટે શું સારવાર મળી રહી છે? તેવા હાઇકોર્ટના સવાલ સામે સરકારે સોગંદનામા પર માહિતી રજૂ કરી છે. 30 હજારની આદિવાસીઓની વસતી સામે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. જ્યારે 20 હજારની વસતી સામે એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે. મ્યુકર માઇકોસિસ અંગે જાગૃતિ ફેલાવવા સરકારે અસરકારક જાહેરાતો કરી હોવાની પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...