GPCBનો હાઈકોર્ટમાં જવાબ:કોલસા આધારિત ઉદ્યોગો રોકવા શક્ય નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટની ફાઇલ તસવીર
  • પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં કરેલી રજૂઆત

રાજ્યભરમાં વધતા જતાં હવાના પ્રદુષણ મામલે જીપીસીબીએ જવાબ રજૂ કર્યો તેમાં એવું કહ્યું હતું કે કોલસા આધારિત ઉદ્યોગો રોકવા શકય નથી. તેના બદલે વપરાશમાં લેવાતા બળતણ માટેનો વિકલ્પ પણ પ્રેકટિકલી શકય નથી.

અરજીમાં એવી રજુઆત કરાઇ હતી કે, રાજ્યભરમાં હવામાં વધતા પ્રદૂષણને રોકવું ખુબ જરૂરી છે. શહેરની હવા ઝેરી બની રહી છે. હાઇકોર્ટે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગને સેક્રેટરીને પક્ષકાર બનાવવા આદેશ કર્યો છે. તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 21 જાન્યુઆરી પર મુકરર કરી છે. અરજદારે એવી દલીલ કરી છે કે તાજેતરમાં જ દેશ કોલસાની અછત અનુભવી રહ્યો છે. કેટલાક રાજયોમાં કોલસાનો જથ્થો ઓછો છે. જેના કારણે વીજ સંકટ ઘેરાય તો નવાઇ નથી. આ સંજોગોમાં ઉધોગોને સીએનજી અથવા પીએનજીનો કોલસાની જગ્યાએ વપરાશ કરવા સરકારે આદેશ કરવો જોઇએ.

પ્રદૂષણ સમસ્યા છે તો પગલાં લેવાવાં જોઈએ
ઉદ્યોગો તરફથી એવી દલીલ કરાઇ હતી કે, નદીમાં પ્રદૂષણ થવાના બીજા પણ અનેક કારણો છે. જીપીસીબી તેના માટે કોઇ કામ કરતી નથી. પ્રદૂષણ સમસ્યા હોય તો તેને રોકવા પગલા લો, પણ ઉધોગો પર આક્ષેપ ન કરો. ડ્રેનેજ કાપી નાખો છો તેના કારણે અમારી ફેકટરી પણ બંધ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...