તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબિનાર:વૈશ્વિક મહામારીના સમયમાં અસંગઠિત ક્ષેત્રના લોકોનું રક્ષણ કરવું અને તેમના જીવન પર ધ્યાન આપવું જરૂરી છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલ અને બેંગલોરની ક્રીસ્ટુજયંતી કોલેજના પ્રા.ડૉ.શિવા સુબ્રહમનિયન - Divya Bhaskar
કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલ અને બેંગલોરની ક્રીસ્ટુજયંતી કોલેજના પ્રા.ડૉ.શિવા સુબ્રહમનિયન
  • એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા “અર્બન ઇનફોર્મલ સેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ” વિષય ઉપર કોલેજનો ૩૦મો વેબિનાર યોજાયો

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના અર્થશાસ્ત્ર વિભાગ ધ્વારા “અર્બન ઇનફોર્મલ સેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ” વિષય ઉપર કોલેજનો ૩૦મો નેશનલ કક્ષાનો વેબીનાર યોજવામાં આવ્યો હતો.

અસંગઠીત સેક્ટરના લોકોને હક મળતો નથી
આ વેબીનારના મુખ્ય વક્તા તરીકે બેંગલોરની ક્રીસ્ટુજયંતી કોલેજના પ્રા.ડૉ.શિવા સુબ્રહમનિયને કહ્યું હતુ કે દેશની પ્રગતીમાં અસંગઠીત સેક્ટરનું મહત્વ ખુબજ છે. સરકાર ધ્વારા આવા લોકોનું પુરૂ ધ્યાન અપાતુ નથી તથા ઘણી વાર શોષણ પણ થાય છે. પુરતુ વેતન નથી મળતુ, તેમનું કોઈ ભવિષ્ય નથી હોતુ તથા જીવનધોરણ પણ ઘણું નીચુ રહે છે.કન્સ્ટ્રકશન તથા જાહેર કામોની સાઈટ ઉપર આવા અસંગઠીત સેક્ટરના લોકો જે કામ કરે છે તેઓના હક તથા અધિકારો તેઓને મળતા નથી જે ખરેખર અન્યાય છે.

મજુરીની ચિંતામાં સતત રહેતા હોય છે
કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે અસંગઠીત સેક્ટરના લોકો ગરીબીમાં જીવે છે. કારણ કે તેઓમાં સ્કીલ બેઝડ શિક્ષણ હોતુ નથી તથા તેઓમાં સામાજીક જાગૃતિનો અભાવ હોય છે. આવતીકાલે મજૂરી મળશે કે નહી તેની અનિશ્ચિતતા હોવાથી તેઓ સતત ચિંતીત હોય છે. આવા લોકોનું શોષણ ના થાય તથા પૂરતા હક તથા અધિકારો મળે તેવા પ્રકારનું આયોજન થવુ જોઈએ. આજના વિશ્વ મહામારીના સમયમાં અસંગઠીત સેક્ટરના લોકોનું રક્ષણ તથા પુરૂ ધ્યાન અપાવવુ જોઈએ.