તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરરાષ્ટ્રીય ટિચીંગ મન્થ સેલિબ્રેશન:કાયદાના પ્રભાવ કરતાં જનમાનસ તેનો સ્વીકાર કરે તે વધુ જરુરી છે

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિરમા યુનિ.માં USના નિવૃત્ત ફેડરલ જજે વાત કરી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ લૉ, નિરમા યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ટિચીંગ મન્થ સેલિબ્રેશન અંતર્ગત યુનાઇટેડ સ્ટેટ્સના ફોરમર ફેડરલ જજ કોર્ટ ઓફ અપીલ્સ થોમસ ગ્રિફિથે વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

નાગરિક અને કાયદો વિષય પર વાત કરતાં તેમણે જણાવ્યું કે-બંધારણ શાસનનું એક એવું માળખું બનાવે છે જે માણસને વિકસિત કરવાની મંજૂરી આપી શકે. કાયદાના પ્રભાવ કરતાં વિશેષ તેનો જનમાનસ દ્વારા સ્વીકાર થાય તે જરુરી છે. મેં મારા બાળપણમાં અસમાનતાનો અનુભવ કર્યો છે. દેશનું બંધારણ એવા લોકોનું જોડાણ ઇચ્છે છે કે જે સમુદાયમાં જીવવા માંગે. આ એક સાથે આવવું એ ફક્ત પડોશીઓ, ગામડા, નગરો, કાઉન્ટીસ અથવા રાજ્યોમાં જ નહીં, પરંતુ વૈશ્વિક દ્રષ્ટિએ છે. કાયદાકીય સમાનતામાં દરેક જાતિના લોકો, ધર્મ,વર્ગ અથવા દૃષ્ટિકોણમાં સમાન છે. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હિરેનભાઇ કે.પટેલ, ડો. અનુપ કે સિંઘ, ડાયરેક્ટર જનરલ, નિરમા યુનિવર્સિટી અને પ્રોફેસર સ્ટીફન જી. બાર્નેસ તેમજ નિરમા યુનિવર્સિટી 300 જેટલાં વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો