તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખલાસીઓ અને પોલીસ વચ્ચે રકઝક:રથ પાસે ઊભા ન રહેવા દેતાં ખલાસી આગેવાને કહ્યું, પોલીસ અમને દરેક બાબતે ટકોર કરે છે એ ખોટું છે

અમદાવાદ20 દિવસ પહેલા
ખલાસીઓ અને પોલીસ વચ્ચે રકઝક થઈ.

અમદાવાદમાં 144મી રથયાત્રા કોરોનાની ગાઇડલાઇન્સ સાથે શરૂ થાય એ પહેલાં જ મંગળા આરતી બાદ ખલાસીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે રકઝક શરૂ થઇ હતી. રથ પાસે ઊભા ન રહેવા દેતાં ખલાસીઓ રોષે ભરાયા હતા. એક ખલાસી આગેવાને કહ્યું હતું કે પોલીસ અમને દરેક બાબતે ટકોર કરે છે એ ખોટું છે. 120 ખલાસીની માગણી કરાઇ હતી, એની સામે 60ને જ પ્રવેશ આપ્યો છે, જેથી બપોરે 2 વાગ્યા સુધી રથ નિજમંદિર પરત ફરે એ અશક્ય છે. આમ તો રથ નિજમંદિર લાવતાં 4થી 5 વાગશે.

પોલીસ સાથે રકઝક થતાં ખલાસીઓ નારાજ.
પોલીસ સાથે રકઝક થતાં ખલાસીઓ નારાજ.

ખલાસી કૌશલે જણાવ્યું હતું કે 120 ખલાસી મંદિર આવ્યા હતા. ત્યાર બાદ ખલાસીઓની બે ટીમ પાડવામાં આવી હતી. 60 ખલાસી સરસપુર અને 60 ખલાસી નિજમંદિર પ્રાંગણમાં રહેશે. અમે જે રથ ખેંચીને લઇ જવાના હતા એની બાજુમાં ઊભા હતા ત્યારે પોલીસે રથ પાસેથી ખસી જઈ બહાર ઊભા રહેવાનું કહેતાં રકઝક થઇ હતી. સવારથી જ પોલીસ અમને મંદિરમાં આવતા રોકી રહી હતી અને અંદર આવી ગયા બાદ પણ પરેશાન કરતી હતી. આ અંગે અમે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરીશું કે રથયાત્રાના રૂટમાં અમને પરેશાન કરવામાં ન આવે.

પોલીસથી નારાજ ખલાસીઓ.
પોલીસથી નારાજ ખલાસીઓ.

પોલીસથી નારાજ થયેલા એક ખલાસીએ કહ્યું હતું કે રથ ખેંચવાની જવાબદારી અમારી છે. તમારી જેટલી જવાબદારી છે એટલી જ અમારી પણ જવાબદારી છે. ખલાસીઓના એક અગ્રણીએ જણાવ્યું હતું કે રથની સુરક્ષાની જેટલી જવાબદારી પોલીસની છે એટલી જ અમારી છે. ભગવાનના રથ ખેંચીને લઈ જવા અને પરત મંદિરમાં સુરક્ષિત રીતે લાવવા એ કામ એટલું સહેલું નથી. મંદિરમાં અમે રથને ખેંચવા માટે 120 ખલાસીની મંજૂરી માગવામાં આવી હતી. છેલ્લે સુધી બધું નક્કી થઈ ગયું હતું, પરંતુ અચાનક જ માત્ર 60 ખલાસીને જ રથને ખેંચવાની મંજૂરી આપવામાં આવી અને બાકીના 60 ખલાસીને સરસપુર મોકલી દેવામાં આવ્યા. હવે આ રથને સમય પ્રમાણે મંદિરમાં કેવી રીતે પહોંચાડીશું. પોલીસ અમને વારંવાર હેરાન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...