તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પેટ્રોલ-ડિઝલના ભાવ અને ખેડતો આંદોલનની અસરથી દાઝેલા મતદારોને રિઝવવા મુશ્કેલ, જિલ્લામાં ઉમેદવારોમાં ઉત્સાહ પણ કાર્યકરો નિરુત્સાહ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ સંગઠનનું માળખું સુવ્યવસ્થિત પણ મતદારોને રિઝવી શકાતા નથી
 • કોંગ્રેસ વધુ સક્રિય : આપના પ્રચારથી બંને પક્ષના ઉમેદવારોની ચિંતા વધી

અમદાવાદ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ કાર્યકરો નિરૂત્સાહ છે. જિલ્લામાં ભાજપના સંગઠનનું માળખુ સુવ્યવસ્થિત છે પણ કોરોનાથી આર્થિક હાલત કથળેલી છે અને તેમાંય પેટ્રોલ-ડિઝલના ભાવથી દાઝેલા મતદારોને રિઝવી શકાતા નથી. જેના લીધે કોંગ્રેસના ઉમેદવારો વધુ સક્રિય થઇને પ્રચાર કરી રહ્યા છે. બંને પક્ષને કાર્યકરો માટે ફાફા મારવા પડે છે. એટલું જ નહીં, આપના પ્રચારથી બંને પક્ષના ઉમેદવારોની ચિંતા પણ વધી છે. ખેડૂત આંદોલનની પણ જિલ્લામાં અસર વર્તાઇ રહી છે. રાજકીય નિષ્ણાંતોના મતે ખેડૂતો કયા રાજકીય પક્ષ પર પસંદગી ઉતારે છે, તે હાલ ચોક્કસ કહી શકાય નહીં.

ભાજપ કરતા કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઇને વધુ કકળાટ છે. કોંગ્રેસ બળવાખોર સભ્ય પ્રવીણસિંહ દાયમાને બદરખાથી ટિકીટ આપી હોવાની વાતથી કાર્યકરોમાં ભારે નારાજગી છે. જેથી ઉમેદવારને બદલવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. જે ધ્યાનમાં નહીં લેવાતા સ્થાનિક કાર્યકરોમાં નારાજગી છે. ભાજપ વિરોધ મતદારો કોંગ્રેસના બદલે આપ અથવા અપક્ષ ઉમેદવારને જીતાડશે, તેવું મનાય છે. ભાજપમાં પણ ધોલેરા અને કાવિઠા બેઠકના ઉમેદવારો માટે કપરાં ચઢાણ છે. બીજીતરફ જિલ્લામાં ઉમેદવારો પ્રચારમાં નીકળે છે. પરંતુ ગત ચૂંટણીની જેમ કાર્યકરોની સંખ્યા જોવા મળતી નથી. જેથી સમાજના આગેવાનો અને વિવિધ હોદ્દેદારોને લોકોને એકત્રિત કરવા સમજાવાય છે. જોકે કોરોના લીધે લોકો આવવાનું ટાળી રહ્યા છે. જિલ્લામાં પંચાયતમાં ગત પાંચ વર્ષમાં કોંગ્રેસના બે અને ભાજપના ચાર ચેરમેનો સામે ગેરરીતિના આક્ષેપોને લઇને પણ મતદારોમાં ચર્ચા છે. જેની અસર મતદાન પર પડશે, તેવું કાર્યકરો માની રહ્યા છે.

આમ આદમી પાર્ટીથી મતો કપાશે
જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના લીધે ભાજપ અને કોંગ્રેસના મતો કપાશે. જિલ્લા પંચાયતની 10થી 12 બેઠકો પર ઓછા મતથી હાંસલ કરનાર ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે. આપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં જોડાઇ ગયા છે. જેના લીધે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને આક્રમક પ્રચાર કરવો છે પરંતુ મોટી સંખ્યામાં કાર્યકરો મળતા નથી.

ઉમેદવારો સમાજને રિઝવવામાં વ્યસ્ત
કોરોનાના કારણે જાહેર સભા કરવું ખૂબ જ અઘરૂ છે. જેના લીધે ઉમેદવારો નાની કે મોટી જાહેર સભા કરવાના બદલે સમાજના લોકોને ભેગા કરી ચા-નાસ્તો અને જમણવાર કરીને રિઝવવા પ્રયાસ કરે છે. પ્રત્યેક પાર્ટીના ઉમેદવારો ખર્ચ કરે છે. એક જ સમાજમાંથી ત્રણથી ચાર ઉમેદવારો હોવાથી સમજના આગેવાનો પણ કઇ દિશામાં જ‌વું તે નક્કી કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો