ગેરરીતિનો આક્ષેપ:ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી બાદ ગાર્ડનના કોન્ટ્રાક્ટમાં કંપની 30 ટકા સ્ટાફ સાથે જ કામ કરતી હોવાનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર
  • ગાર્ડન ડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ લેનાર કંપનીનું વાર્ષિક 60 લાખનું બિલ છે

ગુજરાત યુનિવર્સિટીમાં 2 વર્ષ અગાઉ સિક્યુરિટી કંપનીએ કરેલ ગેરીરીતિની તપાસ શરૂ થઈ હતી. તે બાદ હવે ગાર્ડન મેન્ટેનન્સ કરતી કંપની અંગે પણ ફરિયાદ કરવામાં આવી છે. NSUIનો આક્ષેપ છે કે યુનિવર્સિટીમાં ગાર્ડન મેન્ટેઈન કરતી કંપની જરૂર કરતા 30 ટકા માણસો સાથે જ કામ કરે છે.

NSUIના નેતા રિફાક્ત સૈયદે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ફરિયાદ કરીને જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં ગાર્ડન ડેવલપમેન્ટનું ટેન્ડર આસોપાલવ નામની કંપનીને આપવામાં આવ્યું હતું. કંપનીએ ટેન્ડર લીધા બાદ ટેન્ડરની શરત પ્રમાણે જેટલા માણસની જરૂર હોય તેના 30 ટકા માણસો સાથે જ કામ કરે છે. એટલે કે કંપની મેન પાવરની ચોરી કરે છે અને ગાર્ડન મેન્ટનેન્સ માટે જેટલા સાધનોની જરૂર હોય તે સાધનો પણ વસાવ્યા નથી. જેથી આ કંપનીને બરતરફ કરીને ટેન્ડરના પૈસા બચાવવા જોઈએ.

રિફાક્ત સૈયદે જણાવ્યું હતું કે, ગાર્ડન ડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ લેનાર કંપનીનું વાર્ષિક 60 લાખનું બિલ છે. કંપની 30 ટકા માણસો સાથે જ કામ કરાવી રહી છે અને મેન પાવરની ચોરી કરી રહી છે. ઉપરાંત ટેન્ડરની શરતોનું પણ પાલન કરતી નથી. જેથી આવી કંપનીને આપેલ ટેન્ડર રદ કરવું જોઈએ અને કોઈ અન્ય કામ કરતી કંપનીને આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...