ITનું કોલ સેન્ટર:ચૂંટણીમાં કાળું નાણું પકડી પાડવા ITનું કોલ સેન્ટર

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુજરાતની ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ કે હેરાફેરી ના થાય તે માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોલ સેન્ટર શરૂ કર્યું છે. આ ઉપરાંત રાજ્યના મોટા શહેરોમાં આઇટી અધિકારીઓને તહેનાત કરવા માટે બહારથી બોલાવવામાં આવ્યા છે. કાળું નાણું ઝડપી પાડવા તેમને સ્પેશિયલ પાવર આપવામાં આવ્યા છે. હાલ આ કોલ સેન્ટરમાં રોજના 20થી 25 કોલ આવે છે. જેમાં મોટા ભાગે લોકો રોકડ સાથે કેવા પ્રકારના દસ્તાવેજો રાખવા તેની માહિતી માગી રહ્યાં છે. જ્યારે બીજા એવાં લોકોના ફોન આવે છે કે જેઓ પોતાના પ્રતિસ્પર્ધીને હેરાન કરવા માગતા હોય.

ચૂંટણી પંચે વિદ્યાનસભાની ચૂંટણીની ઘોષણા કરતાંની સાથે જ કાળા નાણાંને ઝડપી પાડવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને નિર્દેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ચૂંટણી સમગાળા દરમિયાન રોકડ રકમની હેરફેર અને કાળા નાણાંના ઉપયોગ પર ચાંપતી નજર રાખવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જણાવ્યું છે. જેના માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરતી તૈયારીઓ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...