• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • IT Began Investigating The Jet Plane Purchased By Astral Group; The Astral Ratnamani Group's Investigation Found Millions Of Transactions Based On Digital Data

દરોડાની કાર્યવાહી યથાવત્,:એસ્ટ્રલ ગ્રૂપે ખરીદેલા જેટ પ્લેનની ITએ તપાસ શરૂ કરી; એસ્ટ્રલ-રત્નમણી ગ્રૂપની તપાસમાં ડિજિટલ ડેટાના આધારે કરોડાના વ્યવહારો મળ્યા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઈન્ક્મટેક્સ વિભાગે પાઈપ બનાવતી એસ્ટ્રલ અને રત્નમણી ગ્રૂપ પર બીજા દિવસે પણ 40 સ્થળે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી હતી.

એસ્ટ્રલ ગ્રૂપે દિવાળીમાં જેટ પ્લેનની ખરીદી કરી હોવાનું અને એરપોર્ટ ઉપર તેની ટ્રાયલ લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જે અંગે ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓ બુધવારે દરોડાના સ્થળે જાતે જઇને તપાસ હાથ ધરી હતી. ગ્રૂપે જેટ પ્લેન દ્વારા કરેલા રજિસ્ટ્રેશન અને તેના ઉપયોગ અંગે તપાસ કરાઈ રહી છે. ગ્રૂપે ધનતેરસના દિવસે જેટ પ્લેન ખરીદ્યું હોવાની ચર્ચા છે.

બીજા દિવસની કાર્યવાહીમાં ઈન્કમટેક્સ વિભાગને ડિજિટલ ડેટાના આધારે કરોડો રૂપિયાના વ્યવહારો તેમજ દસ્તાવેજો મળી આવ્યા છે. દરોડાની કાર્યવાહીમાં 200 કરતા વધારે અધિકારીઓ જોડાયા છે. બન્ને ગ્રૂપ દ્વારા આવા વ્યવહારો વિદેશમાં પણ કર્યા હોવાથી તેની તપાસ આઇટી દ્વારા કરવામાં આવી રહી છે. જેટ પ્લેનની ખરીદી અંગે પૂછવા એસ્ટ્રલ ગ્રૂપનો વારંવાર સંપર્ક કરવા છતાં સંપર્ક થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...