વાતાવરણમાં અચાનક પલટો:અમદાવાદમાં 20થી 25 કિમીની ઝડપે પવન સાથે છાંટા પણ પડ્યાં

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાતાવરણમાં પલટો આવતાં આશ્રમ રોડ પર છાંટા પડ્યા હતા. - Divya Bhaskar
વાતાવરણમાં પલટો આવતાં આશ્રમ રોડ પર છાંટા પડ્યા હતા.
  • હજુ ત્રણ-ચાર દિવસ વાદળિયું વાતાવરણ રહેશે, ગરમીમાં ઘટાડાની આગાહી

રાજ્યમાં મંગળવારે દક્ષિણી-પશ્ચિમી પવનો શરૂ થયાં છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારમાં વાતાવરણમાંઅચાનલક પલટો આવવા સાથે છાંટાથી લઇને ઝાપટા પડ્યાં છે. અમદાવાદમાં પણ સાંજ પડતાં 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

અમદાવાદમાં બપોર પછી પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમી શરૂ થયા હતા, જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી અને સોમવાર કરતાં 0.6 ડિગ્રી ગગડીને 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.9 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, સાંજે અચાનક પલટો આવતાં 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

શહેરના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. હજુ આગામી ત્રણથી ચાર દિવસ વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. ચારથી પાંચ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગરમી ઘટવા સાથે બફારો વધી શકે છે
રાજ્યમાં બપોર પછી શરૂ થયેલાં દક્ષિણ-પશ્ચિમી ભેજવાળા પવનોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સાંજે 7 વાગ્યા બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવનની ગતિ 10 કિલોમીટર વધીને 20થી 25 કિલોમીટરની ગતિનો પવનો ફૂંકાવાની સાથે વરસાદી છાંટા પડતાં ગરમી ઘટી હતી. ત્રણથી ચાર દિવસ સાંજે પવનો ફૂંકાશે, જેથી ગરમી ઘટશે પણ બફારો વધી શકે છે. > અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

અન્ય સમાચારો પણ છે...