• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Isudan Jam To Contest Election From Khambhaliya, 6 Congress Candidates Announced; Conspiracy To Blow Up The Udaipur Ahmedabad Railway Track

મોર્નિંગ ન્યૂઝ બ્રીફમોરબી દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી:ઇસુદાન જામ ખંભાળિયાથી લડશે ચૂંટણી, કોંગ્રેસના વધુ 33 ઉમેદવાર જાહેર; ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેકને ઉડાવી દેવાનું કાવતરું

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 14 નવેમ્બર, કારતક વદ છઠ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) મોરબી બ્રિજ અકસ્માત મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી
2) પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
3) પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમનાથ, તાલાલા, વિસાવદર, માણાવદર રોડ શોમાં ભાગ લેશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) મતદારોને આકર્ષવા નવતર પ્રયોગ: તારક મહેતા ફેમ ટપુએ યુવા મતદારોને મતદાન કરવા હાકલ કરી, નારાજ હકુભાને ત્રણ બેઠકની જવાબદારી સોંપી

વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે થઈને ચૂંટણી અધિકારીઓ દ્વારા નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપુ (ભવ્ય ગાંધી) યુવા મતદારોને અને જે લોકો પહેલીવાર મતદાન કરવાના છે તેમને મતદાન કરવા માટે હાકલ કરી હતી. તો બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ના મળતા પાર્ટીથી નારાજ હકુભાને જામનગરની ત્રણ બેઠકના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) કોંગ્રેસની પાંચમી યાદી: બળવાખોર મનહર પટેલ બોટાદથી ટિકિટ લઈને જ જંપ્યા, રાજકોટ પશ્ચિમ બેઠકમાં અંતે પાટીદારને ટિકિટ
વિધાનસભા ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બળવાખોર મનહર પટેલ બોટાદથી ટિકિટ લઈને જ જંપ્યા છે. મનહર પટેલની ટિકિટ કપાતા નારાજ હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) ટિકિટ માટે પાર્ટી સામે ખુલ્લો બળવો: ભાજપ-કોંગ્રેસના આ 15 બળવાખોરોએ પાર્ટી સામે માંડ્યો ખુલ્લો મોરચો, હવે 'વટ'થી અપક્ષ ઉમેદવારી કરશે
ભાજપ, કોંગ્રેસ અને આપે ગુજરાત વિધાનસભા ચૂંટણીના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં બળવાના અલગ દૃશ્યો જ જોવા મળી રહ્યા છે. 'પાર્ટી વિથ અ ડિફરન્સ' અને શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં બંડના જે દૃશ્યો જોવા મળી રહ્યા છે તેણે ચોંકાવી દીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

4) નિતિનભાઈ આકરાપાણીએ: કહ્યું, 'ગાયે ભેટું મારી પાડ્યો એ આખી દુનિયાએ જોયું, સારું કામ યાદ નથી કરતા, અમે માર ખાધો પણ છે ને માર્યા પણ છે'
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીનું હવે રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ધીરે-ધીરે દરેક પક્ષો દ્વારા પોતાના મતવિસ્તારમાં પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે કડી કમળ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ ચેમ્પિયન, પાકિસ્તાનને બીજી વખત ફાઈનલમાં હાર મળી, ઇંગ્લિશ ટીમ ક્રિકેટની ડબલ ચેમ્પિયન ટીમ બની
આજે T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઈનલ રમાઈ રહી ગઈ હતી. ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે. તેઓ બીજી વખત T20 વર્લ્ડ કપમાં જીત્યા છે. ઇંગ્લેન્ડની ટીમ 13 વર્ષે T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે. તેઓ છેલ્લે 2010માં જીત્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

6) ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેકને ઉડાવી દેવાનું કાવતરું, વિસ્ફોટક દ્વારા પુલ પર બ્લાસ્ટ, PM મોદીએ 13 દિવસ પહેલાં તેનું ઉદ્ઘાટન કર્યું; ATS પહોંચી
13 દિવસ પહેલાં શરૂ થયેલી ઉદેપુર-અમદાવાદ રેલવે લાઇન પરના પુલ પર શનિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ બ્લાસ્ટ કર્યો હતો. બદમાશોએ પુલને ઉડાવી દેવાનું અને બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેકને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

7) અમેરિકામાં એર શો દરમિયાન બે પ્લેન ટકરાયાં, બીજા વિશ્વયુદ્ધ સમયનાં હતાં બંને વિમાન, પ્લેનના ફૂરચેફૂરચા ઊડી ગયા, સવાર તમામ 6 લોકોનાં મોત
અમેરિકાના ડલાસમાં એર શો દરમિયાન બીજા વિશ્વયુદ્ધના સમયનાં બે વિમાનો અથડાયાં હતાં, આ દુર્ઘટના બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. વાયુસેનાએ જણાવ્યું કે બંને વિમાનોમાં 6 લોકો હાજર હતા. બધા મૃત્યુ પામ્યા છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. આ ઘટના શનિવારે બપોરે 1.20 વાગ્યાની આસપાસ બની હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) 'ચાણક્યને દિલ્હીથી આવતાં 4 કલાક લાગે, મારે માત્ર 4 મિનિટ લાગે', કલોલના કોંગી ધારાસભ્યને ટિકિટ મળે તે પહેલાં જ ગજબનો કોન્ફિડન્સ
2) પંજાબના મુખ્યમંત્રી અને 'આપ'ના નેતા ભગવંત માનનો રાજુલામાં રોડ શો યોજાયો, ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
3) રાજકોટ પશ્ચિમની બેઠક પર અંતે પાટીદાર પર કોંગ્રેસે કળશ ઢોળ્યો, મનસુખ કાલરિયાને ટિકિટ આપી
4) વડોદરાની માંજલપુર-સયાજીગંજ બેઠક પર ભાજપ માટે અગ્નિપરિક્ષા, પટેલ-વૈષ્ણવને ટિકિટ આપવા માંગ, બંને સમાજ દ્વારા સાંજે શક્તિ પ્રદર્શન
5) જેલમાંથી આઝાદ થયા પછી નલિનીએ કહ્યું, 'ગાંધી પરિવારને મળવાની કોઈ યોજના નથી, બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવાર માટે દુઃખી છું'
6) લોકશાહીના અધિકારોનું દમન, રાષ્ટ્રપતિ જિનપિંગના ડ્રીમ ચાઇનાનો વાયદો નિષ્ફળ, સરકારની ટીકા કરનારા લોકોએ સિક્રેટ ભાષા બનાવી
7) ગૌતમ અદાણી NDTVના માલિક બનશે, મીડિયા ફર્મમાં 26% વધારાની હિસ્સેદારી ખરીદશે, રૂ.492.81 કરોડની આપી ઓપન ઓફર

આજનો ઇતિહાસ
1889- ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ.

આજનો સુવિચાર
જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...