નેશનલ સાયન્સ ડે:ઈસરો સ્પેસ ટેક્નોલોજીને વધુ કાર્યક્ષમ, ઓછી ખર્ચાળ અને નિયત સમયમાં પરિણામ આપે તેમ બનાવી રહ્યું છે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મિશન ગગનયાનનું કાર્ય ચાલી રહ્યું છે. જે હેઠળ ભારતીય અવકાશયાત્રી અવકાશમાં જશે. આવનાર થોડાક જ વર્ષોમાં આ કાર્ય પૂરું થઈ શકે છે. ઈસરો સ્પેસ સાયન્સ મિશન દ્વારા સ્પેસ ટેક્નોલોજી વધુ કાર્યક્ષમ, ઓછી ખર્ચાળ અને નિર્ધારિત સમયમાં બનાવે છે. ઉપરોક્ત વાત સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ કહી હતી.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા નેશનલ સાયન્સ ડે નિમિત્તે ટૉક યોજાઈ હતી. જેમાં તેમણે નાસા-ઇસરોના સંયુક્ત ઉપક્રમ નિસાર વિશે પણ વાત કરી. આ પ્રોગ્રામમાં નાઈપર, એનઆઈએફ, પીઆરએલના ડિરેક્ટર તેમજ ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂની પણ ટૉક યોજાઈ હતી. પીઆરએલના ડિરેક્ટર અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે વિક્રમ સારાભાઇ દ્વારા પીઆરએલની સ્થાપના કરાઈ હતી. અહીંથી ચંદ્રયાન 1 જેવા ઘણા અવકાશ વિજ્ઞાનના મિશનમાં ફાળો અપાયો છે. જે દેશને સ્પેસ સાયન્સ વિશે આત્મનિર્ભર કરવા મદદરૂપ થયું છે.

તેમણે જણાવ્યું હતું કે, અવકાશ વિજ્ઞાનમાં દરેક વિષય જેવા કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, યાંત્રિક, એરોસ્પેસ, ઇલેક્ટ્રિકલ અને અન્ય નિષ્ણાંતોની આવશ્યકતા છે. એટલું જ નહીં સ્પેસ મિશનને મેડિકલ નિષ્ણાતો અને વિશ્લેષકોની પણ જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...