તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

​​​​​​​વોરિયર્સ માટે વ્યવસ્થા:કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં મહિલા અને પુરુષ પોલીસકર્મીઓ માટે ઓક્સિજન સહિતના 12 બેડના આઇસોલેશન રૂમ બનાવાયા

અમદાવાદ5 મહિનો પહેલા
કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં જ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા
  • કાલુપુર, શહેરકોટડા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સંક્રમિત કર્મચારીઓ માટે પોલીસે વ્યવસ્થા કરી
  • ડોક્ટર ત્રણ વખત વિઝીટ કરશે, નાસ્તા જમવા સહિતની તમામ વ્યવસ્થા કરાઈ
  • જો પોલીસકર્મીની તબિયત વધુ ખરાબ થાય તો હોસ્પિટલમાં શીફટ કરવા એક સ્પેશિયલ વાહન રાખવામાં આવ્યું

શહેરમાં પોલીસકર્મીઓ પણ હવે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં બેડની અછત અને ઘરે પરિવાર સંક્રમિત ન થાય તેના માટે પોલીસકર્મીઓ માટે સૌ પ્રથમ વખત રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા બાદ હવે કાલુપુર પોલીસ દ્વારા કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા અને પુરુષ પોલીસકર્મીઓ માટે 12 બેડનો આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. 12માંથી 5 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. ડોકટર દ્વારા દિવસ દરમિયાન ડોક્ટર 3 વખત વિઝીટ કરશે અને ટેલીમેડિસિન માટે પણ વ્યવસ્થા કરાઈ છે. આઇસોલેશનમાં રહેનાર પોલીસકર્મીઓને ગરમ નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.

ઓક્સીમીટર, ટેમ્પરેચરગન, નાસ, ઉકાળા, હોમિયોપથી અને એલોપથીની દવાઓ વગેરેની વ્યવસ્થા
ઓક્સીમીટર, ટેમ્પરેચરગન, નાસ, ઉકાળા, હોમિયોપથી અને એલોપથીની દવાઓ વગેરેની વ્યવસ્થા

કાલુપુર સ્વામિ.મંદિરમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા
શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ બગડી રહી છે. સામાન્ય લોકોને દાખલ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી લોકોને ઓક્સિજન મળી રહ્યો નથી. ત્યારે ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણ અને કાલુપુર પોલીસ દ્વારા પોતાના વિસ્તારના પોલીસકર્મીઓ માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં જ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સારવાર માટે જરૂરી તમામ વ્યવસ્થા ઓક્સીમીટર, ટેમ્પરેચરગન, નાસ, ઉકાળા, હોમિયોપથી અને એલોપથીની દવાઓ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આઇસોલેશન દરમ્યાન કોઈ પોલીસકર્મીને વધુ તકલીફ પડશે તો હોસ્પિટલમાં ખસેડવા માટે 24 કલાક એક વાહન ફાળવવામાં આવ્યું છે.

સારવાર સમયસર મળી રહે માટે આ આઇસોલેશન રૂમ બનાવવામા આવ્યો
સારવાર સમયસર મળી રહે માટે આ આઇસોલેશન રૂમ બનાવવામા આવ્યો

સંક્રમિત પોલીસકર્મી માટે ખાસ આઇસોલેશન રૂમ
આ વખતે કોરોનાં ખૂબ જ જીવલેણ સાબિત થયો છે.આ દરમ્યાન કોરોના સંક્રમિત પોલીસકર્મીની તબિયત વધુ નાજુક અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થાય ત્યારે વેન્ટિલેટર ઉપલબ્ધ ન હોય તો તાત્કાલિક સારવાર મળી રહે અને સારવાર સમયસર મળી રહે તેમજ જીવ બચે તેના માટે આ આઇસોલેશન રૂમ બનાવવામા આવ્યો છે.

પોલીસ માટે વ્યવસ્થા કરી હોસ્પિટલમાં તમામ સુવિધા મળે તેનું ધ્યાન રાખતા હતા
પોલીસ માટે વ્યવસ્થા કરી હોસ્પિટલમાં તમામ સુવિધા મળે તેનું ધ્યાન રાખતા હતા

મહિલા અને પુરુષ માટે અલગ અલગ રૂમ
કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ઉભો કરાયેલા આ આઇસોલેશન રૂમમાં મહિલા અને પુરુષ માટે અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. ગત કોરોનાના પહેલા વેવમાં પોલીસકર્મીઓ માટે ખુદ સિનિયર પોલીસ અધિકારીઓએ પોલીસ માટે વ્યવસ્થા કરી હોસ્પિટલમાં તમામ સુવિધા મળે તેનું ધ્યાન રાખતા હતા પરંતુ હવે તો ઝોનના જ અધિકારીએ પોત પોતાના ઝોનના પોલીસકર્મીઓ માટે વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે.