તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

¾ રિયાલીટી ચેક:ગામડાઓમાં શાળાઓમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરાયાં પણ લોકો ઘરે જ સારવાર લઇ રહ્યા છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાવળા તાલુકાના ગામોમાં બેડ ખાલીખમ - Divya Bhaskar
બાવળા તાલુકાના ગામોમાં બેડ ખાલીખમ
  • ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોમ્યુનિટી કેર સેન્ટર શરૂ કરાયાં
  • સુવિધા છતાં લોકોમાં રસ નહીં, ઓક્સિજન સહિતની સુવિધા કરી હોવા છતાં લોકો આવતા નથી

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ પગપેસારો કરતાં મુખ્યમંત્રીએ મારૂ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ગામમાં જ આઇસોલેશન સેન્ટર શરૂ કરી તમામ સુવિધા સાથે દર્દીઓને સારવાર મળી રહે તે માટે આહવાન કર્યું હતું. પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા કરવામાં આવેલા રિયાલીટી ચેકમાં જાણવા મળ્યું હતું કે, કેટલાક ગામોમાં આઇસોલેશન સેન્ટર તો શરૂ કરવામાં આવ્યા છે. તો ક્યાંક શાળામાં ખાટલા નાખી સેન્ટર શરૂ કરાયા છે. પરંતુ અપુરતી સગવડને કારણે લોકો ઘરમાં જ સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે. ગ્રામ્યમાં શરદી અને તાવના દર્દીઓ ઘરે જ સારવાર કરાવી રહ્યા છે.

વિરમગામ તાલુકાનાં ગામોમાં બેડ કરતાં દર્દીઓ ઓછા
વિરમગામના મણીપુરા ગામે જિલ્લા સદસ્ય પ્રમોદભાઇ પટેલની સીધી દેખરેખ નીચે 15 બેડ સાથે આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં 5 પેશન્ટ સારવાર હેઠળ છે સાથે ઓક્સિજનના 5 સિલિન્ડર સહિતની તમામ પ્રાથમિક સારવાર જમવાની સગવડ સાથે સ્થાનિક પીએચસીના એમબીબીએસ ડોક્ટર સારવાર આપી રહ્યા છે. કરકથલ ગામે 13 બેડ સાથેની સુવિધા ઉભી કરવામાં આવી છે અને 2 પેશન્ટ એડમિટ થયેલ છે અન્ય 2ને વધુ સારવાર અર્થે રીફર કર્યા છે. જખવાડા ગામે 15 બેડ સાથે આઇસોલેશન સેન્ટર શરૂ છે 2 પેશન્ટ સારવાર હેઠળ છે.
સાણંદ, રામપુરામાં પણ બેડ ખાલી
સાણંદ તાલુકાના ચેખલા ગામે 20 બેડનુ સેન્ટર ઊભુ કરાયું છે. પણ તેમાં 3 દર્દી દાખલ છે. ગોધાવીમાં 10 બેડ સામે 1 દર્દી દાખલ છે. જ્યારે રામપુરામાં ચંપા વિદ્યા કોવિડ હોસ્પિટલમાં 20 બેડની સામે માત્ર 6થી 7 દર્દીએ સારવાર કરાવી છે. બાકીના બેડ ખાલી જ રહ્યા છે.

વિરમગામ તાલુકામાં એકાદ દર્દી દાખલ છે

ચેપ લાગવાની બીકે લોકો ઘરે જ સારવાર કરાવે છે, ક્યાંક સુવિધાના અભાવની બૂમ
ચેપ લાગવાની બીકે લોકો ઘરે જ સારવાર કરાવે છે, ક્યાંક સુવિધાના અભાવની બૂમ

વિરમગામ તાલુકાના ગામોમાં સરપંચ તથા પંચાયતનો સહયોગથી આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા છે. પરંતુ આ સેન્ટર પર માત્ર એકાદ દર્દી જ દાખલ છે. બાકીના ઘરે જ સારવાર કરાવી રહ્યા છે.

રાણપુર તાલુકામાં પણ સેન્ટર સૂમસામ બન્યાં

​​​​​​​રાણપુર તાલુકાના નાગનેશ, જાળીલા અને ગોઘાવટા ગામના સરપંચે ગામની પ્રાથમિક શાળામા દશ દશ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે. પંરતુ દર્દીઓ ઘરે જ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...