આપના પ્રહાર:દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાજીની ભાવનગરની મુલાકાત બાદ 44 જેટલી સ્કુલ રીપેરીંગ કરાવવાનું શાસકો દ્વારા નક્કી થયું: ઇશુદાન ગઢવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીની સ્કૂલ જોવા ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને અપાયુ આમંત્રણ

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાજીએ જે રીતે બે દિવસ પહેલા ભાવનગરમાં મુલાકાત લીધી હતી. જેમા તેઓએ કહ્યું હતુ કે, ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ગમે તેટલુ કષ્ટ હોય આપડે વેઠવુ પડશે એટલે અમે અંદાજે 4 કલાકની બાય રોડ મુશાફરી જવાની અને 4 કલાકની મુશાફરી આવવાની અને ભાવનગરમાં બે શાળાઓની મુલાકાત લીધી હતી મુલાકાત લીધા બાદ જે રીતે આનંદના સમાચાર એ છે કે ત્યાની શિક્ષન વહીવટી તંત્રએ જે 45 શાળા માંથી ૪૪ શાળાઓ નબળી હતી જેના ઓરડા અથવા તો અપુરતા શિક્ષકો, ગંદગી, ટોયલેટની સુવિધા ના હોય અને આ બધુ મનીષ સિસોદિયાજીએ પોતે પણ નિહાળી અને એમને ખુબ દુખ થયુ કે ગુજરાતના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણી રહ્યા છે અને એ શિક્ષકો કે જ્યાં ટોયલેટની જગ્યા ના હોય તો એ સાત કલાક કઈ રીતે કેવા માહોલમા એક કબાડખાનાની જેવુ ભંગાર વાળા જેવી સ્કુલો છે તો તેમને દુખ થયુ.

એના અનુસંધાને એ 44 જે શાળાઓને નવીનિકરણ માટેની જે વાત આવી છે એ આનંદના સમાચાર છે અમે પણ એને આવકારીએ છીએ ભલે રાજનિતિ રાજનિતિની જગ્યા એ છે પરંતુ ગુજરાત સરકારે આ એક આમ આદમી પાર્ટીની મુલાકાતથી મનીષ સિસોદિયાજીની મુલાકાત થી ભાવનગરના જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એમને સારી સ્કુલ મળશે એનો અમને આનંદ છે અને એટલા માટે આજે એમનો ખુબ આભાર માનુ છુ.

મનીષ સિસોદિયાજી આવ્યા હતા આપણા ગુજરાતના વિદ્યાર્થીને વાલીઓ એમનો આભાર માનીએ છીએ મનીષ સિસોદિયાજીના આવવાથી શિક્ષણની ન માત્ર ભાવનગર પરંતુ બીજી શાળાઓમાં પણ ગુજરાતની સરકારે નક્કી કર્યુ છે કે આવી શાળાઓ તો ન જ હોવી જોઇએને મનીષ સિસોદિયાજી ફરીથી કોઇ મુલાકાતે આવે અને આપણી શાળાઓમાં બરોબર સૌચાલય ન હોય, ગંદગી હોય, બેંચીસ ન હોય તો એના માટેની પણ વ્યવસ્થા કરવા માટે જે આદેશ કરવામાં આવ્યા છે એવુ સાંભળ્યુ છે એ માટે હું મનીષ સિસોદિયાજી નો આભાર માનુ છું.

મનીષ સિસોદિયાજીએ જે આપણા સન્માનનીય મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી બન્નેને નિમંત્રણ પાઠવ્યુ છે મનીષ સિસોદિયાજીએ કહ્યુ છે કે, 2015માં દિલ્હીમાં પણ જે મે ગુજરાતમાં જોઇ એવી જ શાળાઓ દિલ્હીમાં પણ હતી એવુ ન હોતુ કે બધી જ દિલ્હીની શાળાઓ આવી હતી. કેટલીક શાળાઓ સારી પણ હતી અને ગુજરાતમાં પણ હું ગયો છું એના સિવાયની કેટલીક શાળાઓ સારી પણ હશે. નથી એવુ નથી. પરંતુ શું આપડે કલેક્ટીવ એફર્ડ કરીને સારી રીતે બીજા રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ સ્કુલો જોવા આવે છે અને સ્કુલ મોડેલ અત્યારે દિલ્હીનું સૌથી બેસ્ટ છે.

​​​​મુખ્યમંત્રીને અને શિક્ષણમંત્રીને એક નિમંત્રણ પાઠવીએ છીએ પત્ર લખીને કે તમે રાજનૈતિક વિરોધાભાસ બધુ ભુલીને તમે દિલ્હીમાં આવો દિલ્હીની સારી સ્કુલો છે એની મુલાકાત લો અમે પણ સાથે આવિશું. અમને પણ ગમશે શું સારુ થઈ શકે ગુજરાતમાં ગુજરાતના વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે અને એક સપનુ છે આપડુ કે સાથે મળીને ગુજરાતના ભારતના ભાવી માટે આપડે લડીએ તો વિદ્યાર્થીઓએ ગરીબના હોય, અમીરના હોય એને આપડે શિક્ષણ આપવુ પાયાનું શિક્ષણ આપવુ, મજબુત શિક્ષણ આપવુ અને સારૂ શિક્ષણ આપવુ, સારી સુવિધામાં આપવુ એ આપણી ફરજ છે બધાની રાજનિતિ પાર્ટીઓની તો એમણે એક નિમંત્રણ પાઠવ્યુ છે.

હું અપીલ કરીશ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને કે આ નિમંત્રણને સ્વિકાર કરવુ જોઇએ અને એકવાર વિજીટ કરી આવો સારી વસ્તુ તમને પણ બે લાગે એ અંહિયા ગુજરાતમાં તમે બનાવો તો એમને પણ ગમશે અને તમને એવુ લાગે કે મનીષ સિસોદિયાજી પણ ત્યાં આવીને ગુજરાતમા પાંચ દિવસ ગાઇડ કરે તો એ પણ કરશે અરવિંદજીએ ખુલ્લા મનથી કહ્યુ છે. અરવિંદજી અને મનીષ સિસોદિયાજીનો એક જ ઉદેશ્ય છે કે બાળક જે છે એ ભવિષ્ય છે એને આપડે અભણ નહી રાખી શકીએ એ ગરીબ હોય, અમીર હોય, મદ્યમ વર્ગના હોય તો એને સારી શિક્ષણ, ટોપ ક્લાસની શિક્ષણ આપડે આપી શકવુ જોઇએ અને એટલા માટે એમણે ખુબજ આદર્શ સાથે કિધુ છે કે રાજકીય લડાઇઓ બધી ભુલી અને તમે આવો.

ગુજરાતની જનતા માટેની લડાઇ આમ આદમી પાર્ટી નિકળી છે, એક એક વિદ્યાર્થી માટે લડવા નીકળી છે, એક એક ખેડૂત માટે લડવા નિકળી છે, એક એક બેરોજગાર યુવાન માટે લડવા નિકળી છે અને આપ સહુને હું કહુ છુ કે સારા લોકો કલેક્ટિવ એફર્ડ કરે સારી રીતે ગુજરાતમાં આપણે સુશાસન આપીએ એ માટે પ્રયાસ કરીએ અને તમામ સારા લોકોએ એક જ પ્રયાસ કરવો જોઇએ કે આમ આદમી પાર્ટી સ્વચ્છ અમારી ત્રણ નિતિ છે કટ્ટર ઇમાનદારી, કટ્ટર રાષ્ટ્રવાદી અને કટ્ટર માનવતાવાદી પાર્ટી છે તો આ પાર્ટીમાં સૌ જોડાય અને સારૂ કરવા માટે આપડે નિમિત બનીએ એ મારી સૌને અપીલ છે.

​​​​અમને બધાને સાર વ્યક્તિઓ જેટલા પણ હોય એ આમ આદમી પાર્ટીમાં આવે એ ગમે, આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી ખુબ તકલીફો તમને પડશે, આતો સંધર્ષનો રસ્તો છે આતો ફાઇલો કઢાવતા હોય, ડરાવતા હોય, ધમકાવતા હોય, ભાજપ વાળાનો આ ધંધો જ છે એટલે મજબુત મન રાખજો પણ જીત સત્યની ચોક્કસ થશે, સત્ય પરેશાન થઈ શકે છે પણ હાર ક્યરેય નથી થતી.

બીજી એક વાત ગત રોજ ભાજપના નેતાએ મફતીયા કહી અને ગુજરાતની જનતાનુ અપમાન કર્યુ છે, મારે એ બાબતે પણ એક ક્લેરીફીકેશન આપવું છે કે આમ આદમી પાર્ટી કોઇને સ્કુટી મફત નથી આપતી, આમ આદમી પાર્ટી કોઇ ફ્રિજ મફત નથી આપતી, આમ આદમી પાર્ટી છે એ ગાડી કોઇને મફત નથી આપતી, અમે જો વિના મૂલ્યે દિલ્હીની વાત કરતા હોઇએ તો એ શિક્ષણની છે અને ગુજરાતના નાગરીકને જો સારૂ શિક્ષણ મળે તમારા ભાજપના દિકરાઓને જે શિક્ષણ તમે પ્રાઇવેટ સ્કુલમા લઈ શકો છો એ જ શિક્ષણ જો ગરીબ વિદ્યાર્થીઓને મળે એ માટે જો આમ આદમી પાર્ટી પ્રયાસ કરતી હોય તો તમારે શેનુ પેટમાં દુખે છે.

અન્ય સમાચારો પણ છે...