તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદમાં EDના બાતમીદારને ધમકી આપવા મામલે નિવૃત DYSP ના પુત્રની ઇસનપુર પોલીસે ધરપકડ કરી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • જુની અદાવતમાં ફરિયાદીને ગાળો બોલીને છરી બતાવી ધમકી આપવામા આવી

પોલીસ પુત્ર હોવાને કારણે કેટલાક યુવકો લોકો પર રૌફ જમાવતા હોય છે. જો તેઓ PI કે DYSPના પુત્ર હોય તો લોકો પર વધારે ધોંસ જમવતા હોય છે. આવો જ એક બનાવ અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં બન્યો છે. આ બનાવમાં નિવૃત DYSPના પુત્રએ ED ( એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ)ના બાતમીદારને ધમકી આપતાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. જેથી ઈસનપુર પોલસે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીએ છરી બતાવીને ધમકી આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે જયેશ ઠક્કર નામનો વ્યક્તિ ઘણા સમયથી ED ( એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ)નો બાતમીદાર છે. તે EDને બાતમી આપતો રહે છે. ત્યારે થોડાક દિવસો પહેલાં જયેશને નિવૃત DYSPના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને પોલીસપુત્ર ધવલે તેના એક મિત્ર દ્વારા જયેશને બોલાવીને ગાળો બોલી ધમકી આપી હતી અને લાફા પણ માર્યા હતાં.

પોલીસે આજે બંને આરોપીઓની ધરપકડ કરી
ત્યાર બાદ જયેશને ધવલ અને તેના મિત્રએ છરી બતાવીને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે જયેશે ધવલ ગોસ્વામી અને તેના મિત્ર સામે મારામારી અને ધાકધમકીની ફરિયાદ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધીને ઈસનપુર પોલીસે આજે પોલીસપુત્ર ધવલ ગોસ્વામી અને તેના મિત્રની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.