• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Is There A Plan For The Offspring Of A Female Prisoner ?; Question To The Government In The Petition Filed By The Imprisoned Wife In The Case Of Her Husband's Murder To Arrange The Children's Fees

હાઈકોર્ટનો સવાલ:મહિલા કેદીનાં સંતાનો માટે કોઈ યોજના છે?; પતિની હત્યાના કેસમાં કેદ પત્નીએ સંતાનોની ફીની વ્યવસ્થા કરવા માટે કરેલી અરજીમાં સરકારને સવાલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

પતિની હત્યાના ગુનામાં સજા કાપી રહેલી મહિલા કેદીએ સંતાનો માટે ફીની વ્યવસ્થા કરવા હાઈકોર્ટમાં જામીન માગ્યા છે, જેની સુનાવણી જસ્ટિસ એ.જે.દેસાઈ અને જસ્ટિસ નિર્ઝર દેસાઈની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ હતી.

અરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે, તેના પતિ હયાત નથી અને સંતાનોના અભ્યાસ માટે ફી ભરવાની વ્યવસ્થા કરવાની હોવાથી એક સપ્તાહના જામીન જોઈએ છે. ખંડપીઠે દલીલ સાંભળીને સરકારને સવાલ કર્યો હતો કે, કેદીઓના સંતાનો માટે તમારી કઈ યોજના છે? અને આવી કોઈ યોજના હોય તો તેમાં કેમ મહિલા કેદીઓનાં સંતાનો માટે ફીની વ્યવસ્થા થઈ શકે તેમ નથી? સરકારી વકીલને આ અંગે સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી 22મીએ મુકરર કરી છે.

ગોંડલમાં પતિની હત્યાના ગુનામાં સંડોવાયેલી મહિલા કેદીએ હાઈકોર્ટમાં સંતાનોની ફી માટે વ્યવસ્થા કરવા જામીન માગ્યા હતા. મહિલા કેદીએ પોતે કોર્ટ સમક્ષ જાતે જામીનની અરજી કરી કહ્યું કે, મારાં બાળકોની ફી મારા સિવાય કોઈ ભરી શકે તેમ નથી, એટલા માટે તેમનો અભ્યાસ બગડે નહીં તે માટે ફીની વ્યવસ્થા કરવા 1 સપ્તાહના જામીનની જરૂર છે. સુનાવણીમાં કોર્ટે એવો સવાલ કર્યો કે, તમારા કોઈ સગાં તમને મદદ કરતા નથી? તો મહિલા કેદીએ દલીલ કરી કે, મારા બાળકોને તેઓ માત્ર સાચવે છે, પરંતુ તેમના ખર્ચની જવાબદારી મારી છે.

અન્ય સમાચારો પણ છે...