તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCમાં કોન્ટ્રાક્ટરોને જલસા:રોડના કામ એક સરખા પણ ભાવ અલગ, કોન્ટ્રાક્ટરે રોડ કમિટીમાં મૂક્યા તે જ ભાવ મંજૂર કરી દેવાયા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMC ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMC ઓફિસની ફાઈલ તસવીર
  • દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રોડ અને પેવર બ્લોક નાખવાના સમાન કામના ભાવમાં તફાવત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન અને કમિટીની રચના બાદ રોડ કમિટી એક બાદ એક વિવાદમાં આવી રહી છે. રોડ કમિટીમાં માત્ર કોન્ટ્રાકટરોને જ જલસા કરાવવામાં આવી રહ્યા હોય તેવા કામ અધિકારીઓ લાવે છે અને કમિટીમાં ચેરમેન પોતાની મુક સંમતિ આપી અને મંજૂરી પણ આપી દે છે. સિંગલ ટેન્ડરના વિવાદ તો આવ્યા જ છે પરંતુ હવે કોન્ટ્રાકટરની મનસુબી મુજબ કામો કમિટીમાં મુકવામાં આવે છે. આજે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં દક્ષિણ-પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આરસીસી રોડ અને પેવર બ્લોક નાખવાના એકસરખા કામમાં ટેન્ડરના ભાવમાં તફાવત સામે આવ્યો છે.

એક જ સરખા કામના અલગ ભાવ
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈના જણાવ્યા મુજબ, દરેક કોન્ટ્રાક્ટર તેમના મુજબ ભાવ મૂકી શકે છે. અલગ અલગ ભાવના બાબતે તેઓએ જણાવ્યું હતું કે, કામ સરખા છે પરંતુ કોન્ટ્રાકટર તેમના ભાવ મૂકે છે, તેમના તેમના જે ભાવ ઓછા હોય તે કમિટીમાં મુકવામાં આવે છે.

આર.સી.સી રોડ અને પેવર બ્લોક નાખવાના કામનો અલગ ભાવ
ભાજપના શાસકો, અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની કોર્પોરેશનમાં મિલીભગત મામલે વધુ એક વિવાદ સામે આવ્યો છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની આજે મળેલી બેઠકમાં એજન્ડામાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ત્રણ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં એક આરસીસી રોડ અને પેવર બ્લોક નાખવાના કામ હતા. જેમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ત્રણ વોર્ડના કામમાં 22 ટકાથી ઓછા ભાવના ટેન્ડર મુકાયા અને મંજુર કર્યા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં એક વોર્ડમાં એ જ કામ 18 ટકાના ભાવનું કામ મુકાયું અને મંજુર કરવામાં આવ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાથી શહેરમાં કામ થતા હોય છે જો કે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં અધિકારીઓ તો જે કામ મુકવામા આવે છે તેને મંજુર પણ કરી દેવાય છે.

જગતપુરમાં PPP મોડલે રેલવે ઓવરબ્રિજ
આજે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં જગતપુર રેલવે ઓવરબ્રિજ PPP મોડલ પર બનાવવાનું છે. જેમાં 25 ટકા રકમ સિદ્ધિ ગ્રુપ દ્વારા કોસ્ટ કોન્સ્ટ્રિબ્યુન હેઠળ આપવાની હતી. પરંતુ સિદ્ધિ ગ્રુપ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન રિયલ એસ્ટેટમાં મંદી આવવાના કારણે આર્થિક રીતે ફંડ આપી શકશે નહીં, જેથી કોસ્ટ શેરીંગ નહિ કરી શકે તેવી રજુઆત કરી હતી. રોડ એન્ડ બ્રિજ અને UDના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સિદ્ધિ ગ્રુપના ડાયરેક્ટર અને મેનેજર સાથે મીટીંગ બાદ પણ તેઓએ કોસ્ટ શેરીંગ માટે અસહમતી દર્શાવતા 25 ટકા રકમ કોર્પોરેશન દ્વારા ચૂકવવાની દરખાસ્ત કમિટીમાં મુકવામાં આવી હતી. જેને પરત મોકલવામા આવી છે. કમિટી ચેરમેન મહાદેવ દેસાઈ મુજબ આ કામનો અભ્યાસ કરવાનો છે કે કેમ તેઓએ કોસ્ટ શેરીગ માટે અસહમતી દર્શાવી છે. જેથી તેને પરત મોકલવામાં આવી છે.