કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ:સિંચાઈ વિભાગના અધિકારીઓ કોર્ટને અને સરકારને ગેરમાર્ગે દોરે છે, આવા અધિકારી સસ્પેન્ડ થવા જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • કોર્ટના તિરસ્કારની અરજી અંગે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલને બોલાવી અધિકારીઓના વલણ અંગે ધ્યાન દોર્યું
  • કોર્ટના આદેશ પ્રમાણે રકમ ન ચૂકવતા વ્યાજની રકમનું ભારણ સરકાર પર આવે છે: હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે કોર્ટના આદેશનું પાલન ન કરતા સરકારી બાબુઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસે ટકોર કરી કે, કોર્ટના આદેશ બાદ પણ રકમ નથી ચૂકવાઈ, જેના કારણે તેના વ્યાજનું ભારણ સરકાર પર આવે છે. જે ટેક્સ ભરનાર લોકોની રકમમાંથી જ જાય છે. એટલે આવા અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેમને સસ્પેન્ડ કરવા જોઈએ.

કન્ટેમ્પ્ટ મેટરમાં સેક્રેટરીને હાજર રાખવા પડશે
કોર્ટના આદેશનો તિરસ્કાર બદલ અંગે સુનવણી દરમિયાન અરજદાર ચીફ જસ્ટિસે સરકારી વકીલને ચીફ સેક્રેટરીને હાજર રાખવા કહ્યું હતું. બાદમાં એડવોકેટ જનરલને બોલાવીને સરકારી અધિકારીઓ વલણ અંગે ધ્યાન દોરતા કહ્યું કે, ઓર્ડરના પાલન અંગે અધિકારીઓ 20-25 પેજના એફિડેવિટ ફાઇલ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરી કન્ફ્યુઝન કરવામાં આવે છે. ઉપરાંત દર વર્ષે વ્યાજની રકમના પૈસા ચૂકવણીમાં કરોડો રૂપિયા ગુમાવે છે, તે ન થવું જોઈએ. કારણ કે આમ થવાથી સરકાર પર તેનું આર્થિક ભારણ રહે છે. જે માટે અધિકારીઓ જવાબદાર ઠેરવવા જોઇએ. જો આવું બનશે તો કન્ટેમ્પ્ટ મેટરમાં સેક્રેટરીને હાજર રાખવા પડશે. આ મામલે એડવોકેટ જનરલે કોર્ટને ફરીથી આ પ્રકારની ઘટના નહીં બને અને ઘ્યાન રાખવામાં આવશે તેમ નિવેદન પણ કર્યું હતું.

મોરબીના સિંચાઈ વિભાગના કર્મીઓએ 15 વર્ષ નોકરી થતાં લાભ માટે અરજી કરી હતી
મોરબીના સિંચાઈ વિભાગમાં કામ કરતા કર્મચારીઓના નોકરીના 15 વર્ષ પૂર્ણ થઇ ગયા હોવાથી તેમને કાયમી કરવા અને તે પ્રમાણેના લાભ ચૂકવવા માટે અરજી કરી હતી. જે મામલે સિંગલ જજની બેન્ચે કર્મચારીઓની તરફેણમાં આદેશ કર્યો હતો અને બે મહિનામાં તમને કાયમી કરી તમામ લાભ ચૂકવવા માટે આદેશ કર્યો હતો. ઉપરાંત જો બે મહિનામાં આદેશનું પાલન ન થાય તો વ્યાજ સાથે તે રકમ ચૂકવવા માટે કહ્યું હતું. જેનું પાલન ન થતાં અરજદાર તરફથી કોર્ટના આદેશનો તિરસ્કાર બદલ અરજી કરી હતી. જે બાદ વિભાગે અન્ય લાભ આપ્યા પરંતુ વ્યાજની રકમ અને રજાનું રોકડમાં રૂપાંતરના લાભ આપ્યા ન હતા, જે અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

અન્ય સમાચારો પણ છે...