ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીમાં પોતાના પસંદગીના ઉમેદવારને જિતાડવા લોકો મહેનત કરતા હોય છે. પણ ભાજપના NRI ફ્રેન્ડ સાત સમુંદર પાર જે અલગ અલગ વ્યવસાય માટે ગયા છે. તે લોકો ભાજપને જિતાડવા કમર કસી છે. લગભગ 2200થી વધારે NRI ગુજરાતમાં છે અને અલગ અલગ જિલ્લાઓમાં પ્રચાર અને વ્યવસ્થામાં તનતોડ મહેનત કરી રહ્યા છે. અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મોરિશિયસથી આવેલા NRI તેમના વિસ્તારમાં ગ્રુપ મિટિંગ, ડોર ટુ ડોર પ્રચાર તેમજ ઓટલા બેઠક કરે છે. જેમાંથી 716 જેટલા લોકો તો એવા છે જેમણે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને મત આપવા આવ્યા છે.
સાત સમુંદર પારથી આવ્યા પીએમ મોદીના ફેન
કેનેડા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, UK, મોરિશિયસ, દુબઇથી 20 દિવસ પહેલાં ઓવરસિસ ફ્રેન્ડ ઓફ બીજેપી તેમજ PM મોદીના સમર્થનમાં 2200 જેટલા લોકો આવ્યા છે. જે લોકોએ ગુજરાતના અલગ અલગ તેમના વિસ્તારમાં ઓટલા બેઠક, ગ્રુપ મિટિંગ તેમજ ડોર ટુ ડોર પ્રચાર કર્યા હતા.
વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલ NRI ગુજરાતમાં
વિદેશમાં અલગ અલગ દેશમાં અલગ અલગ વ્યવસાય તે પછી હોટલ વ્યવસાય હોય કે પછી આઈટી. તમામ લોકો PM મોદીના ફેન હોવાના કારણે ભાજપને જિતાડવા 20 દિવસથી ગુજરાતમાં છે. જેમાં કેટલાક જાણીતા ચહેરાની વાત કરીએ તો રમેશ શાહ કે જેઓ અમેરિકામાં રહે છે અને હાઉડી મોદી કાર્યક્રમની વ્યવસ્થાનું કામ જેવો કરતા હતા તેવો પણ મત આપવા અને ભાજપ માટે ગુજરાતમાં આવ્યા છે. નીરવ પટેલ જેવો શિકાગોમાં રહે છે અને સોફ્ટવેર સિક્યુરિટી બાબતે મહારથ હાસિલ છે. તેવો પણ પ્રચાર અને મત આપવા ગુજરાત આવ્યા છે.
કઈ રીતે વિદેશમાં રહેતા ગુજરાતીઓને સંગઠિત કરે છે ભાજપ?
ભાજપ દ્વારા વિદેશમાં રહેતા તેમના સભ્ય તેમની સાથે જોડાયેલા રહે તે માટે ઓવરસિસ ફ્રેન્ડ ઓફ બીજેપી ઓસ્ટ્રેલિયા, ઓવરસિસ ફ્રેન્ડ ઓફ બીજેપી અમેરિકા, ઓવરસિસ ફ્રેન્ડ ઓફ બીજેપી કેનેડા, ઓવરસિસ ફ્રેન્ડ ઓફ બીજેપી ન્યુઝીલેન્ડ, ઓવરસિસ ફ્રેન્ડ ઓફ બીજેપી UK, ઓવરસિસ ફ્રેન્ડ ઓફ બીજેપી મોરિશિયસ એમ અલગ અલગ નામથી અલગ અલગ સોશિયલ મીડિયા પર પેજ ચલાવામાં આવે છે જેથી બધા સંકલિત રહી શકે.
'દેશ માટે અને જન્મભૂમિ માટે આવ્યા છીએ'
મૂળ વડોદરાના અને વર્ષોથી અમેરિકામાં રહેતા અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વિપુલ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમે પાર્ટીમાં સગાંસંબંધીઓ અને ઓળખીતા તમામ લોકોને જોડવાનો પ્રયાસ કરીએ છીએ. તેમને અમે સમજાવીએ છીએ પહેલાંની સરખામણીએ વિદેશમાં ભારતીયોનું માન-સન્માન મોદીજીના કારણે વધ્યું છે. ભારતમાં જે પ્રમાણેની પેમેન્ટ સિસ્ટમ છે તે પ્રમાણેની સિસ્ટમ અમેરિકામાં પણ નથી. અમેરિકામાં મોદીજી આવે તો ત્યાંના લોકો તેમને જોવા ઊભા રહી જાય છે. દેશ માટે, જન્મભૂમિ માટે આવ્યા છીએ.
દિવ્ય ભાસ્કરની વિદેશ સંપર્ક વિભાગ, ગુજરાત ભાજપ સંયોજક સંજીવ મહેતા સાથે વાતચીત...
વિદેશથી કેટલા NRI આવ્યા છે જે ભાજપના સમર્થકો છે?
વિદેશમાં રહીને ભાજપના ફેન અને PM મોદીના ફેન તેમને જિતાડવા સાત સમુંદર અલગ અલગ દેશોમાંથી ગુજરાતમાં આવ્યા છે. જેમાં 2200 જેટલા લોકોએ ડોર ટુ ડોર પ્રચાર, ગ્રુપ મિટિંગ તેમજ ઓટલા બેઠક કરી લોકોમાં માહોલ બનાવ્યો છે. જ્યારે 716 જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવેલું હોવાથી મત પણ આપશે.
NRI આવે છે તેમનો ખર્ચ કોણ ઉઠાવે છે?
તમામ લોકો પોતાના ખર્ચે આવે છે. તેમના મતે મોદી સાહેબના કારણે તેમનું માન-સન્માન વધ્યું છે. સાથે જ PM મોદીએ તેમના પ્રશ્ન સાંભળ્યા હોવાથી NRI ગુજરાતમાં આવે છે. જે અલગ અલગ મોટા બિઝનેસ કે વ્યવસાય સાથે સંકળાયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.