મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ,'દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે ગુજરાતના પ્રોજેક્ટમાં તેને મોદી જ દેખાતા': PM

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે રવિવાર છે, તારીખ 29 મે, વૈશાખ વદ- ચૌદસ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ટક્કર 2) આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને નડિયાદની મુલાકાતે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) 'દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે ગુજરાતના પ્રોજેક્ટમાં તેને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઇલને તાળું મારી દેતા': PM મોદી

દેશના PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

2) PMના ભવ્ય કાર્યક્રમમાં ખોડલધામ 'નરેશ’ ગેરહાજર, પાટીદારોએ હોસ્પિટલ બનાવી છતાં મોભીની ભાજપથી દૂરી

જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડની કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ હોસ્પિટલના લોકાર્પણમાં ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં લેઉવા પટેલ સમાજના મોભી નરેશ પટેલે ભાજપથી દૂરી બનાવી કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાશે એ જાહેર કરવામાં તેમણે ખૂબ જ ઢીલ રાખી છે. જો ભાજપ પ્રત્યે લગાવ હોય અને પોતાના સમાજના ભવ્ય કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન આવ્યા હોય છતાં નરેશ પટેલ ગેરહાજર રહે તો આ ખૂબ જ સૂચક છે કે તેમણે ભાજપથી અંતર જાળવી રાખ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

3) ગાંધીનગરમાં વડાપ્રધાને કહ્યું, 'ગુજરાતમાં ચારેબાજુ ડેરી ક્ષેત્ર તાકાતથી ઉભું છે, 70 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે'

PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે સવારે 10 વાગે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.નું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ બપોરે 4.10 વાગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે, જ્યાં સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું. IFFCO, કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યા બાદ PMએ કહ્યું, 'દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાંટ બનશે'

વાંચો સમાચાર વિગતવાર

4) ડીસાના કૂંપટ ગામે વરઘોડો કાઢવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ, બંદોબસ્તમાં ગયેલી પોલીસને પણ ટાર્ગેટ કરાઈ, 70થી વધુની અટકાયત

બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના કૂંપટ ગામે ગઈકાલે ઠાકોર સમાજના યુવકના વરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ મામલે ડીસા તાલુકા પોલીસે ટોળા સામે રાયોટિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી મહિલાઓ સહિત કુલ 70 થી વધુ લોકોની અટકાયત કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ જારી છે.

વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાતમાં 'AAP'ના પ્રભાવથી ટિકિટ ફાળવણીની સ્ટ્રેટેજી બદલી, 20% MLAની જ ટિકિટ કપાશે, જૂનાજોગીને વધુ એક તક!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના વર્તમાન સિનિયર ધારાસભ્યોની ટિકિટ કપાવવાની ચાલી રહેલી વેતરણ વચ્ચે આમ આદમી પાર્ટી(AAP)ની ધમાકેદાર એન્ટ્રી બાદ ભાજપે સ્ટ્રેટેજી બદલી છે. આ સ્ટ્રેટેજી મુજબ, હવે માત્ર 20 ટકા જેટલા ધારાસભ્યોને જ ઘેર બેસાડવામાં આવે એવી શક્યતા છે તેમજ ચૂંટણીમાં જૂના જોગીઓને કાપવાની નો-રિપીટ થિયરી અંગે પણ ફેરવિચારણા કરવામાં આવી હતી.

વાંચો સમાચાર વિગતવાર

6) વર્શિપ એક્ટ સામે કથાવાચક દેવકીનંદન,સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું- ધાર્મિક અધિકારથી વંચિત કરતા કાયદાને ખતમ કરવામાં આવે

વારાણસીમાં જ્ઞાનવાપી અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ કેસ વચ્ચે હવે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ-1991 અંગે સમગ્ર દેશમાં ચર્ચા થવા લાગી છે. આ એક્ટને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ લોકોએ અરજી દાખલ કરી છે. શનિવારે મથુરાના જાણીતા ભગવતાચાર્ય દેવકીનંદન ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં આ એક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. દેવકીનંદન ઠાકુએ કહ્યું કે આ કાયદો લોકોને ધાર્મિક અધિકારથી વંચિત રાખે છે. માટે આ કાયદામાં ફેરફાર થવા જોઈએ, અથવા તો તે ખતમ થવો જોઈએ

વાંચો સમાચાર વિગતવાર

7) દેવબંદમાં મુસ્લિમોનું સંમેલન,મદની ભાવુક થયા, કહ્યું- અત્યાચાર સહન કરીશું, પણ દેશને મુશ્કેલી નહીં પડવા દઈએ; આવતીકાલે મસ્જિદો અંગે નિર્ણય

યુપીના સહારનપુરમાં મુસ્લિમોના સંમેલનમાં જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની ભાવુક થઈ ગયા હતા. મદનીએ કહ્યું, "જમાત આવતીકાલે મસ્જિદો પર ચર્ચા કરીને નિર્ણય લેશે. નિર્ણય પછી કોઈ પગલું પાછું લેવામાં આવશે નહીં. અમારા દિલ જાણે છે કે આપણી મુશ્કેલીઓ શું છે? હા, મુશ્કેલીઓનો સામનો કરવા માટે તાકાત અને હિંમતની જરૂર પડે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે અત્યાચાર સહન કરીશું, અમે દુઃખ સહન કરીશું, પરંતુ અમે અમારા દેશને મુશ્કેલીઓમાં નહીં પડવા દઈએ.

વાંચો સમાચાર વિગતવાર

8) ચીનમાં પૂરથી વિનાશને લીધે 15ના મોત, 3 ગુમ, રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો

દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો છે. અહીં મુશળધાર વરસાદમાં ઓછામાં ઓછા 15 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે, દક્ષિણ પશ્ચિમ ચીનમાં લગભગ 1,200 કિમી દૂર યુનાન પ્રાંતમાં 3 લોકો ગુમ થયા હતા.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) દિલ્હીના શિક્ષણ મંત્રી સિસોદિયા 3જી જૂને વડોદરામાં શિક્ષકો અને આચાર્યો સાથે શિક્ષણ સંવાદ કરશે 2) અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પુત્રએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ 3) રાજકોટમાં નરેશ પટેલના વેવાઇના બંગલામાં કેરટેકરની ચોરી કરવાના ઇરાદે હત્યા થઈ હતી, હત્યારો રાજસ્થાનથી ઝડપાયો 4) અમદાવાદના નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહ આજે ખાતમુહૂર્ત કરશે 5) ગુજરાતમાં 8 મહાનગર પાલિકાની 43માંથી માત્ર 6 બેઠક કોંગ્રેસના ફાળે, હવે શહેરોમાં મજબૂત થવા રણનીતિ ઘડી 6) રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપનું ટેન્શન,11 મહિનામાં 7 ધારાસભ્યે પાર્ટી છોડી, હવે દિલીપ ઘોષનું બળવાખોર વલણ,ક્રોસ વોટિંગનો ડર 7) દિવ્યાંગને ફ્લાઈટમાં ન બેસવા દેવાના મામલે કાર્યવાહી, DGCAએ ઈન્ડિગો પર 5 લાખનો દંડ ફટકાર્યો

આજનો ઈતિહાસ
વર્ષ 1953માં આજના દિવસે ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના શેરપા તેનજીંગ નોર્ગેએ ઈતિહાસમાં પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પહોંચ્યા હતા.

અને આજનો સુવિચાર
શ્રદ્ધા અને શંકા બન્ને એક સ્થાનમાં રહી શકે નહિ. શંકાનો જન્મ હૃદયની અસ્થિરતામાંથી થાય છે, જ્યારે શ્રદ્ધાનો જન્મ અટલઆત્મવિશ્વાસ અને પ્રેમમાંથી થાય છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...